SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનીતિ ૨૭૩ અગ્નિ એક ખાસ મંદિરમાં બહુ કાળજીપૂર્વક સંગ્રહી રાખો. આ અગ્રિહસંબંધી સઘળી દેખરેખ રાખવાની જવાબદારી અબુલફઝલના શિરે મૂકવામાં આવી હતી. સંધ્યા સમયે સમ્રાટના નેકરે ઉક્ત અગ્નિના સંયોગવડે બાર સ્વચ્છ મીણબત્તઓ સળગાવતા અને તે બત્તીઓ મનહર સોના-રૂપાના ફાનસમાં ગોઠવીને સમ્રાટના ઓરડામાં મૂકી દેતા. મધુર સ્વરે સંગીત લલકારનારા ઉસ્તાદે, તે બાર દીપકે પૈકીને એક દીપક હાથમાં લઈ સુલલિત સ્વરે ઈશ્વરનું સ્તોત્ર ગાતા હતા. સંગીતના આરંભસમયે તથા પૂર્ણાહુતિ સમયે સમ્રાટ અકબરની દીર્ધાયુ તથા તેના રાજત્વકાળની વૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવતી. સમ્રાટને માટે જે રસોઈ થતી તે રસાઈ પણ ઉત અગ્નિગ્રહની એક ચીણગારીવડે સળગાવેલા અગ્નિવડે તૈયાર કરવામાં આવતી. સમ્રાટે અગ્નિની પૂજા કરવાનું શિક્ષણ અગ્નિપૂજક પારસીઓ, હિંદુ સંન્યાસીઓ તથા હિંદુ મહારાણીઓ પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તે હિંદુઓની માફક હેમ વગેરે પણ કરતે હતો. હિંદુઓની માફક, સમ્રાટ પણ મૃત્યુની પછી આત્મા એક શરીરમાંથી બહાર નીકળી અન્ય શરીરમાં પ્રવેશ કરે છે એ વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ આ ભવમાં આપેલાં દાનને બદલે પરકાળે સહસ્ત્રગણું વધારે મળે છે. એ વાત ઉપર તેને શ્રદ્ધા નહતી. હિંદુના અનેક આચાર-વ્યવહારોનું પણ તે અનુષ્ઠાન કરતે. હિંદુઓને લેશ પણ દુઃખ થાય કિંવા તેમની લાગણીઓ દુભાય એવી એક પણ ક્રિયા તે કરતે નહે. બીજી રીતે કહીએ તે હિંદુઓ તેના પ્રત્યે પ્રેમ તથા ભક્તિ રાખવા લાગે તેવું તે વર્તન રાખ. સમ્રાટ અકબર પોતે દાઢી રાખતે નહોતો અને જે મુસલમાનો દાઢી રખાવતા હતા તેમના ઉપર પણ સ્વાભાવિકરીતેજ પ્રસન્નતા દર્શાવતે; એટલા માટે દાઢી મુંડાવી નાખવાને મુસલમાનમાં એક રિવાજજ થઈ પડયો હતો. હિંદુઓની માફક તે હાથે રાખડી બંધાવતા અને લલાટમાં ચંદનનું તિલક કરતે. હિંદુરિવાજ પ્રમાણે મસ્તકના - અધ ભાગપર્યત સમ્રાટ હજામત કરાવતે અને પાછળ તથા બે કાન પાસે કેશ રખાવતે રાજદરબારમાં પણ અનેક હિંદુરીત-રિવાજોને માન આપવામાં આવતું. અબુલફઝલ લખે છે કે –“ સમ્રાટ બ્રાહ્મણોની માફક દિવસમાં માત્ર એક જ વાર આહાર કરતા હતા.” બાદાઉની લખે છે કે તેણે ખાન-પાનનું પ્રમાણ બહુજ ખૂન કરી નાખ્યું હતું. ડુંગળી, લસણ કે ગોમાંસ જેવી વસ્તુઓ તે મુદ્દલ વાપરતેજ નહે. ” માંસાહાર કરતાં શુદ્ધ વનસ્પતિને આહાર કરે સમ્રાટ વિશેષ પસંદ કરતે હતે. તે કહેતો કે “ જીવ-જંતુઓનો વધ કરી ઉદરમાં તેની કબર બાંધવી, એ મનુષ્યને માટે યોગ્ય નથી. મારું શરીર જે એટલું બધું મોટું હેત કે મારા શરીરને અમુક અંશ ભક્ષણરૂપે વપરાયા પછી અન્ય જીની હત્યા કરવાની મનુષ્યોને જરૂર ન રહેતી હતી તે હું તેમ કરShree Shirts Memi Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy