SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સલીમને બળ અને અબુલઝલની હત્યા ર૧૯ પાની કરી નહતી. તે પોતે પણ પુષ્કળ પ્રમાણમાં ભજન કરી શકતા હતા.એક લેખક જણાવે છે કે પાણીના વજન ઉપરાંત તે રેજ બાવીશ શેર જેટલું ભોજન લેતે અને તે સહેલાઈથી પચાવી શકત. તેણે પોતે તે શું પણ તેના કેઈ સગા-સં. બંધીએ પણ કોઈના પ્રત્યે કોઈ સમયે સખ્ત શબ્દનો પ્રયોગ કર્યો નહે. કદાચ કેઈ નેકર ભૂલ કરે તે પણ તેને ઠપકો આપવાને બદલે યુક્તિથી સમજાવવાની તેના કુટુંબમાં. ચાલ પડી ગઈ હતી. દાખલા તરીકે કઈ સમય રસોઈમાં કાંઈ બગાડે થતા, ત્યારે અબુલફઝલ રસોઈયાની નિંદા કરવાને બદલે કે તેને સીધી રીતે ઠપકે. આપવાને બદલે, પેલી બગડેલી રસેઇ પિતાના પુત્રને જમવાની ભલામણ કરતે. પુત્ર અર્થત ભોજનખાનાના અધ્યક્ષ તે રસોઇને ચાખીને અબુલફઝલને મનભાવ સમજી જતું. ત્યારબાદ તે પોતે પણ રસોઇયાને ઠપકે આપવાને બદલે પેલી બગડેલી રસોઇ રસોઈયાને જમવાની આજ્ઞા કરતો. આ પ્રમાણે મધુરભાવે એક નોકરની ભૂલ તેને જણાવવામાં આવતી. અબુલફઝલ તથા તેનું કુટુંબ કેવા મધુર સ્વભાવનું હશે, તેને કિંચિત્ આભાસ આપવાને ઉપલું એક ઉદાહરણ બસ થઈ પડશે. અબુલફઝલે કદાપિ કોઈ ને કરને નેકરીમાંથી કાયમને માટે દૂર કર્યો નહોતો. કેઈ નેકર ગંભીર ગુન્હ કરો ત્યારે તેને રજા આપવાને બદલે તેની સાથે રહીને કામ કરે એવો એક બીજો નકર તે નિમી દેતે. આ પ્રમાણે અબુલફઝલને ત્યાં ઘણાખરા નેકરો તે બેઠા બેઠા મફતનોજ પગાર ખાતા હતા. મુસલમાન ગદ્યલેખકેમાં તે અબુલફઝલ અપૂર્વ અને અતુલનીયજ હતે. અન્ય ધર્માવલંબીઓ સાથે ધર્મચર્ચા કરવાની જરૂર પડતી ત્યારે સમ્રાટ અબુલફઝલને આગળ કરત. શાસ્ત્રાર્થ કરવા આવનારા પંડિત અબુલફઝલનું પાંડિત્ય તથા યુક્તિ કુશળતા અનુભવીને દિ મૂઢજ થઈ જતા હતા. દેશાચાર કે કુળાચારસંબંધી અંધશ્રદ્ધા નહિ રાખતાં કેવળ યુક્તિથી અને વિવેકબુદ્ધિથી પ્રકનોના નિર્ણય કરવાની અબુલફઝલને ટેવ હતી. આથી મુસલમાનો અબુલફઝલ પ્રત્યે સદા ધિક્કાર દર્શાવતા, અને સમ્રાટની ઉદાર ધર્મનીતિનું સમર્થન કરવા માટે તેને દોષપાત્ર લેખતા હતા. અબુલફઝલ મુસલમાનધર્મને વિરોધી છે, એવા પણ આક્ષેપે તેના ઉપર મૂકવામાં આવતા હતા. તે પિત મહાશક્તિશાળી તેમજ સમ્રાટને પરમ પ્રેમપાત્ર હોવાથી તેના મુસલમાન દુશ્મને તેને કશીજ હાનિ કરી શક્તા ન હતા, પરંતુ લાગી આવતાં અબુલફઝલને યોગ્ય દંડ આપવાની વૈરવૃત્તિ અનેકાના મનમાં ધુંધવાતી હતી. ઘણા લાંબા સમયે હવે તેમને તક મળી. અમે જે સમયની આ સ્થળે વાત કરીએ છીએ, તે સમયે અબુલફઝલ દક્ષિણ પ્રદેશમાં રહેતો હતો અને ત્યાં સંધિવિગ્રહની હિલચાલો કરી રહ્યો હતો. સમ્રાટે તેને એક પત્ર લખીને જણાવ્યું કે એક ગંભીર કાર્યના સંબંધમાં મારે તમારી સલાહ લેવાની ખાસ જરૂર હોવાથી બની શકે તેટલી ત્વરાથી આગ્રા તરફ રવાના થશે. આ સમયે કુમાર સલીમ અને સમ્રાટ વચ્ચે તે Shree Suuharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy