SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સમ્રાટ અકમરે સમર્થ પુરુષ આજપર્યંત વિશુદ્ધ અ ંતઃકરણથી સમ્રાટની સેવા કરતા હતા, તેજ પુરુષ સંસારમાંથી સદાને માટે વિદાય થવાની આજે તૈયારી કરી રહ્યો છે; તે આજે સસારને ત્યજી દઈ સ્વર્ગ'માં જવાનું અને સમ્રાટને ત્યજી દઇ સર્વાશકિતમાન પ્રભુના ચરણમાં આશ્રય લેવાનુ વિશેષ પસંદ કરતા હાય, એમ જણાય છે. સમ્રાટના પ્રશ્નના કાઇએ ઉત્તર આપ્યા નહિ અને કવિવરને પુનઃ પુનઃ ખેલાવવા છતાં તે જાગૃત થયા નહિ, ત્યારે તેના શેકાવેગ અત્યંત ઉગ્રભાવે બહાર ઉભરાઇ આવ્યા ! તેણે ઉપરાઉપરિ નિ:શ્વાસા મૂકવા માંડયા અને મસ્તક ઉપર રહેલા રાજમુકુટ પૃથ્વી ઉપર દૂર ફેંકી દીધા. થાડીવાર સુધી આ પ્રમાણે વિલાપ કર્યાં પછી તે અમુલફઝલની પાસે ગયા. અબુલક્ઝલ પણ આ વેળા એક ઓરડામાં જઇ, ખવિયેાગની શકાથી રુદન કરતા બેસી રહ્યો હતા. સમ્રાટે ત્યાં જમ થાડી વાર વાતચીત કરી અને ત્યાર પછી ત્યાંથી રવાના થઇ તે પેાતાના મહેલમાં આણ્યે. મહેલમાં આવવા છતાં તેની આંખમાંનાં અશ્રુ હજી સૂકાયાં નહેાતા. ભારતવર્ષનાં એ પણ કમનસીબ કે ફૈઝી જેવા એક ઉદાર નીતિમાન મહાપુરુષ માત્ર ૫૦ વર્ષોંની વયે ૪૦ સ૦ ૧૫૯૫ માં માનવલીલાને સડેલી લઇ સસારમાંથી ચાલી નીકળ્યા ! સમ્રાટે જૂની દિલ્હીમાં ભારે ધામધૂમપૂર્વક તેના મૃત દેહ સમાધિસ્થ કરાવ્યા હતા. તેના પુસ્તકાલયમાં લગભગ ૪૩૦૦ પુસ્તકા હતાં. તે પાછળથી સમ્રાટ અખરના પુસ્તક્રાલયમાં ભેળવી દેવામાં આવ્યાં હતાં. ફૈઝીનાં રચેલાં કાવ્યો સમસ્ત ભારતવર્ષમાં ભારે આદરપૂર્વક ગવાય છે. એક અમીર ખુશરૂને જો ખાદ કરવામાં આવે તે મુસલમાન વશમાં ફૈઝીના જેવા અન્ય કવિ ભારતવર્ષમાં ખીજો કાઇ હજીસુધી જન્મ્યા નથી એમ કહી શકાય. ફૈઝી બહુ સતાધી, પરાપકારી તથા ઉદાર હૃદયનેા હતા. શત્રુ તથા મિત્ર અને પરિાંચત તથા અપરિચિત એ સંતે તે અંતઃકરણપૂર્વક આવકાર આપતા અને પેાતાના ભવનમાં આશ્રય આપતા હતા. ગરીબ અને દર મનુષ્યાના તા તે એક સગા ભાઇજ હતા, એમ કહેવામાં અત્યુક્તિ નથી. દરિદ્ર મનુષ્યાને ખાનપાનની, વસ્ત્ર માદિની તથા ઔષધની સહાયતા આપવી, એ પેાતાનુ* મુખ્ય સભ્ય છે, એમ તે માનતા હતા. સમ્રાટ અક્બર, ખાદાઉનીપ્રત્યે બહુજ અસંતુષ્ટ રહેતા હતા અને તેથી તેને રાજદરબારમાં આવવાને તેણે નિષેધ કર્યા હતા. છેવટે ખાદાઉની સમ્રાટની કૃપા પ્રાપ્ત કરવાને અને રાજસભામાં હાજર થવાની અનુમતિ મેળવવાતે મૈત્રીપાસે હાજર થયા. ફૈઝીએ અંતે સમ્રાટને વિવિધ પ્રકારે સમજાવી ખાદાઉનીને દરબારમાં આવવાની રજા અપાન્ની અને એ રીતે ખાદાઉની ઉપર મહાન ઉપકાર કર્યાં; છતાં ખાદાનો જેવા સંકુચિત વિચારવાળા મુસલમાના ફૈઝીપ્રત્યે કેવી તિરસ્કારપૂર્ણ દૃષ્ટિથી જોતા તેના કિંચિત્ આભાસ આપવા માટે www.haragyanbhandar.com તપાસ કરવા છતાં અમે તેના પત્તો મેળવી શકયા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy