SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૦. સમ્રાટ અકબર પણ ચાલે. બહાદૂરનો વહેમ હવે દઢ થયો. પિતાના કિલ્લામાં જે ઉપદ્રવ વતતે હતે તે ઉપદ્રવ સમ્રાટ અકબરના મંત્રબળનું જ પરિણામ છે, એમ માની તે હવે ભયથી ધ્રુજવા લાગ્યો. છેવટે તે સ્વેચ્છાપૂર્વક સમ્રાટને શરણે ગયા અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને તેણે અભયદાન પ્રાપ્ત કર્યું. આસીરના કિલ્લાની આસપાસ સમ્રાટને પ્રાયઃ ૧૧ માસપર્યત ઘેર ચાલુ રાખ પડયા હતા. ત્યારબાદ તે કિલ્લાનાં દર્શન કરવા અંદર દાખલ થયા હતા. કિલ્લાની રચના જોઈ તેને બહુજ આશ્ચર્ય થયું. તેણે જોયું તે જણાયું કે હજાર બબે હજાર મણના વજનવાળા મોટા પથરાઓ દૂર ઉભેલા શત્રુઓ ઉપર ફેંકી શકાય એવાં સંખ્યાબંધ યંત્ર તરફ ગોઠવી દેવામાં આવ્યાં હતાં. કિલ્લાના - રડામાં મોટી મેટી કઢાઈઓ રાખવામાં આવી હતી, જેમાં ૨૦-૩૦ મણ જેટલું તેલ ગરમ કરી શત્રુની સેના ઉપર ફેંકી શકાય એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. ૧૩૦૦ જેટલી બંદુકે પણ ત્યાં હાજર રાખવામાં આવી હતી. તે ઉપરાંત સર્વ પ્રકારની ભજનસામગ્રી, અફીણ, મઘ ઔષધ તથા મનુષ્યને નિત્ય જરૂર પડે એવી અનેકાનેક વસ્તુઓના ઢગલા પડયા હતા. હજારો સૈનિકે ૧૧ માસપર્યત તેને ઉપયોગ કરીને કિલ્લાને બચાવ કરતા બેસી રહ્યા હતા છતાં હજી પણ તે અનાજ અને તેલ વગેરેને જથ્થો એટલા તો બહોળા પ્રમાણમાં પડી રહ્યો હતો, કે જાણે કોઈએ તેમાંથી કશી વસ્તુને ઉપયાગજ નહિ કર્યો હોય, એમ અકબરને લાગ્યાવિના રહ્યું નહિ. હજાર સૈનિકોઠારા ૧૧ માસપર્યત રાત અને દિવસ સતત ગેળાઓ અને ગળીઓ ફેંકવામાં આવી હતી છતાં હજી દારૂ આદિ યુદ્ધસામગ્રી એટલા તે બહેળા જથ્થામાં પડી રહી હતી કે તેને પણ તેમણે ઉપયોગજ નહિ કર્યો હોય, એમ સમ્રાટને લાગ્યું. આવી સુંદર વ્યવસ્થા જેવાથી અકબર જેવા કદરદાન પુરુષને આશ્ચર્ય થાય તેમાં કાંઈ નવાઈ નથી. આ કિલ્લો સર કરવા માટે સમ્રાટે અબુલફઝલને પુષ્કળ માન આપ્યું, મહાગૈરવસુચક એક પતાકા અર્પણ કરી અને દક્ષિણને બાકી રહેલે પ્રદેશ હસ્તગત કરવાને ભાર પણ તેને સોંપી દીધો. આસીર જેવા સુદઢ કિલ્લાનું પતન ઈ તથા અહમદનગર જેવા રાજ્યોનું પરિણામ જોઈ વિજાપુર અને ગવળકેડાના નપતિઓએ સમ્રાટની સાથે શત્રુતા રાખવાના વિચારો માંડી વાળ્યાં. સમ્રાટ અકબરના પ્રતાપ સામે થવા જેટલી હવે કોઈનામાં સાહસિકતા રહી નહિ. ધીમે ધીમે દક્ષિણના સર્વ નૃપતિઓએ અકબરની સત્તાને સ્વીકાર કર્યો. આસાદ બેગે વિજાપુર નગરીનું વર્ણન નીચે પ્રમાણે આપ્યું છે - “આ સ્થળે અનેક ઉચ્ચ મહેલાતે આવેલી છે. વિશાળ મેદાને અને ઉદ્યાનની સંખ્યા પણ ન્યુન નથી. અહીંની બજાર ૬૦ હાથ જેટલી પહોળી અને ૪ માઈલ જેટલી લાંબી Shree Sudhaimaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy