SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. સમ્રાટ અકબર કિંચિત અનુમાન કરી શકશે. કાશ્મીરવાસીઓને સ્નેહસૂત્રવડે બરાબર આબદ્ધ કરવાની ભાવનાથી સમ્રાટ અકબરે અને રાજકુમાર સલીમે તે જ દિવસે કેટલીક કાશ્મીરી કન્યાઓ સાથે વિવાહ કર્યો હતો. ત્યારબાદ એક મુસલમાન અમાત્યને કાશ્મીરના શાસનકર્તાતરીકે નિયુક્ત કરી સમ્રાટ પોતે શ્રીનગરમાંથી રાજધાની તરફ જવા વિદાય થયા. તેણે આ પ્રસંગે જળમાર્ગની મુસાફરીજ પસંદ કરી હતી. સમ્રાટ એક સુંદર નાવમાં બેસી કુદરતના સૈદિનું નિરીક્ષણ કરતે એક સુવિશાળ સરોવરમાં આવી પહોંચે. આ સરોવરનો પરિધ ૬૦ માઈલ હોવાનું જણાવવામાં આવે છે. તેની ઉત્તર, દક્ષિણ તથા ૫શ્ચિમ દિશામાં સુંદર પર્વતમાળાઓ આવી રહી છે. વિતસ્તા નામની એક નદી એ સરોવરમાં થઈને આગળ ચાલી જાય છે. તેનું પાણી પણ બહુ જ સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ છે. કાશ્મીરના એક રાજાએ પૂર્વે ઉક્ત સરોવરમાં એક મહત્ત વિહારભવન તૈયાર કરાવ્યું હતું. તે વિહારભવનના સૌંદર્ય તથા સરેવરની ગંભીરતાએ સમ્રાટને આશ્ચર્યમુગ્ધ કર્યો હતે. મુસલમાન ઐતિહાસિક નિઝામુદ્દીન અહેમદ તે સમયે સમ્રાટની સાથે જ હતું. તે લખે છે કે –“ આ સરોવર અને આ પ્રાસાદના જે મનમેહક દેખાવ ભારતવર્ષમાં બીજે કર્યાય પણ નથી.” . સમ્રાટે પુનઃ એક વાર કાશ્મીરનાં દર્શન કરવા પ્રયાણ કર્યું હતું, એમ જણાવવામાં આવે છે. (ઇ. સ. ૧૫૯૭) રાજા ભગવાનદાસને ભાઈ રાજા જગન્નાથ પણ બહુ બહાદૂર ન હતો. તેણે કાશ્મીર ઉપર વિજય પ્રાપ્ત કરવામાં અત્યંત સાહસિકતા દર્શાવી હતી. તે ઉપરાંત મહારાણું પ્રતાપસિંહની વિરુદ્ધમાં લડતી વેળા પણ તેણે ભારે વિરત્વ પ્રદર્શિત કર્યું હતું. તેનું યશસ્વી નામ પંજાબ, કાબૂલ, માળવા તથા મહારાષ્ટ્ર દેશ પ્રત્યેનાં સુપ્રસિદ્ધ યુદ્ધો સાથે જોડાએલું છે. તેને ત્રણ હજાર સેનાનું સેનાપતિપદ આપવામાં આવ્યું હતું. સમ્રાટ અકબરે કાશ્મીર ખાતે ભારતવર્ષના સમસ્ત ધાર્મિક સંપ્રદાયો નિમિત્તે એક મનહર અસાધારણ ઉપાસના-મંદિર તૈયાર કરાવ્યું હતું. षोडश अध्याय-राणी चांदबीबी अने दक्षिण प्रदेश “મનુષ્યની ઉત્કૃષ્ટતા તેની વિવેક બુદ્ધિની ઉત્કૃષ્ટતા ઉપર આધાર રાખે છે. તેણે તેને ખીલવવાની અને તેની સૂચનાનુસાર કામ કરવાની ખંત રાખવી જોઈએ.” અકબર ભારતવર્ષને દક્ષિણ પ્રદેશ એક વાર પિતાના વીરત્વ તથા હિંદુગૌરવવડે સંપૂર્ણ પ્રકાશિત હતે. પાંડના વંશજો વહાણમાં બેસી ગુજરાતમાંથી દક્ષિણ G+ તરફ જતા હતા, ત્યારે તેમણે મથુરા નગરીમાં (વર્તમાન મદુરામાં) પડય રા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy