SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કાશમીર છે. ઝરણાંના નિર્મળ જળને સંગ્રહી રાખનાર અનેક સરોવરો પણ સ્થળે સ્થળે દષ્ટિગોચર થાય છે. એ સરોવરમાં ઉગેલાં વૃક્ષો તથા પુષ્પલતાઓ પ્રેક્ષકોના ચિત્તને વિહિત કરી રહ્યાં છે. સુગંધિત મને હર પુના ગુચ્છ તરફ વિખરાએલા પડી રહ્યા છે. આવાં પુષે પૃથ્વીના અન્ય ભાગમાં પ્રાપ્ત થવાં અશક્ય છે. આપણે આજે વશમા સૈકાની મધ્યમાં ઉભા છીએ. પૃથ્વી પરના કેટલા દેશોએ કયારે અને કેવી રીતે ઉન્નતિ પ્રાપ્ત કરી અને કયા દેશના કયા ભાગમાં કેવી આશ્ચર્યકારક વસ્તુઓ આવેલી છે, તે આજે અજાણ્યું રહ્યું નથી, છતાં પણ બુદ્ધિમાન નિષ્પક્ષપાત અંગ્રેજ મુસાફરોને પણ કબૂલ કરવું પડયું છે કે કાશ્મીરના બગિચાની સરખામણી પૃથ્વીના અન્ય કોઈ પણ દેશની સાથે થઈ શકે તેમ નથી. કાશ્મીર એ જગતપરનો એક આશ્ચર્યજનક પ્રદેશ છે, એમ કહીએ તેપણ તે અયોગ્ય નથી. ઋતુરાજ વસંતને કાયમી નિવાસ આ મૃત્યુલેકમાં જે કયાંય પણ હેય તે તે કાશ્મીરમાંજ છે અને તેથી કાશ્મીર એ સ્વર્ગીય શેભાનું નિવાસસ્થાન છે, એમ કહેવામાં આવે તે તે લેશમાત્ર અસ્થાને નથી. - કાશ્મીરમાં આવેલાં શ્રીનગર તથા હરિપર્વત આદિ નગર અને તેમનાં સંસ્કૃત નામે હિંદના ભૂતકાળ સંબંધી ગોરવની સાક્ષી આપી રહ્યાં છે. બૈહયુગમાં કાશ્મીર ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચ્યું હતું. બદ્ધ રાજા કનિષ્કના સમયમાં કાશ્મીરનું રાજ્ય એક તરફ કાબૂલ, કાશગર, ચાર્કડ, કેકણુ તથા બીજી તરફ પંજાબ, રાજ સ્થાન, ગુજરાત તથા આગ્રા પર્યત વિસ્તર્યું હતું. હ્યુએનસંગે લખ્યું છે કે કનિષ્કની રાજસત્તા ચીનદેશના પણ અનેક ભાગમાં વિસ્તરી હતી. કાશ્મીરના સૈન્ય એક વેળા બંગાળામાં પણ પ્રવેશ કર્યો હતે. વિક્રમ સંવતની માફક શકરાજનો જે સંવત કેટલાક ભાગોમાં ચાલે છે તે કનિષ્કની રાજસત્તાનું જ સૂચન કરે છે. કાશ્મીરની સ્વતંત્રતાનો કયારે આરંભ થયો હતો, તેવિષે ઇતિહાસમાં કઈ હકીકત મળી આવતી નથી. ચિદમા સૈકાના આરંભપર્યત કાશ્મીરનું રાજ્ય સ્વતંત્ર હતું. ત્યારબાદ તે મુસલમાન રાજાઓના હાથમાં પડયું, ત્યારથી જ તેની દુર્દશાને આરંભ થશે. મુસલમાન નરપતિઓએ હિંદુ પ્રજા ઉપર જુલમ ગુજારવામાં લેશ પણ સંકોચ સે નહે. કાશ્મીરમનાં સઘળાં મંદિર તથા મૂર્તિઓ મુસલમાન રાજાઓએ તેડી નાખી તે સ્થળે મજીદે ઉભી કરી હતી. સીરીસ્તા લખે છે કે:-“મુસલમાન રાજાઓને જુલમ અને ત્રાસ સહન નહિ થઈ શકવાથી કાશ્મીરના અનેક હિંદુ નિવાસીઓએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. આટલું છતાં કાશ્મીર પ્રદેશ છેક અફઘાનીસ્તાન જે ન બની ગયો અને ત્યાંની હિંદુ પ્રજા તથા હિંદુધર્મ છેક વિનષ્ટ ન થ, એજ એક ખરેખર આનંદ અને આશ્ચર્યકે વિષય છે!” મહાત્મા અબુલ ફઝલે લખ્યું છે કે, “કાશ્મીરના સર્વોત્કૃષ્ટ શહેરીઆ કિંવા નિવાસીઓ મેટે ભાગે બ્રાહ્મણ જ હતા. જો કે અત્યારે તેઓ પણ મ , 48 Shree Sudflarmaswali Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy