SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર થતે. તંબુના મુખ્યદ્વાર પાસે બતખાનું રહેતું અને આસપાસ સર્વત્ર સૈનિકે પડાવ નાખીને રહેતા. છાવણીમાં દાખલ થયા પછી એક ઉચ્ચ સ્તંભ ઉપર રાત્રે પ્રકાશિત દીપક દૃષ્ટિગોચર થતો. આ દીપથી સહેજ આગળ વધતાં દરબારખાસના એક સુંદર તંબુ પાસે જઈ શકાતું હતું. ત્યારબાદ એક વિશાળ મેદાન આવતું. મેદાનની બીજી તરફ રાજારાણીઓની છાવણીઓ સ્થાપવામાં આવતી. તેની આસપાસ નાના-મોટા એટલા બધા તંબુઓ નાખવામાં આવતા કે તેની ગણના પણ થઈ શકે નહિ. એક તંબુ તે ખાસ ગંગાજળ સાચવવા માટેજ ખડો કરવામાં આવતે. એક તંબુમાં કેવળ વિવિધ સરબતનું જ રક્ષણ કરવામાં આવતું. તેવીજ રીતે બીજા એવા અનેક તંબુઓ હતા કે જેમાં કેવળ સુગંધી દ્રવ્ય તથા ખાનપાનની વિવિધ વસ્તુઓ રાખવામાં આવી હતી. સમ્રાટને પિતાને તંબુ બે માળવાળ હતું એમ કહેવાય છે અને તેમાં સ્થાને સ્થાને મણિમુકતાઓની સુંદર વેલે ચિતરવામાં આવી હતી. આ તંબુ જેનારને જાણે તે ઈદ્રભવનજ હોય એ ભાસ થતું. જે સ્થળે સમ્રાટની છાવણ પડતી, તે સ્થળે એક મેટા શહેર જેજ દેખાવ દૃષ્ટિગોચર થતા હતા. पंचदश अध्याय-काश्मीर ભારતવર્ષનું કાશ્મીર એ સ્વર્ગનું નંદનવન છે. બર્નિયર સાહેબે એ પ્રદેશમાં મુસાફરી કરીને લખ્યું છે કે –“ કાશ્મીરના દર્શનથી ખરેખર હું મુગ્ધ થયો છું. મેં મારી કલ્પનાના બળથી કાશ્મીરના જે સૌંદર્યનું અનુમાન કર્યું હતું, તેથી પણ કાશ્મીરનું યથાર્થ સૌંદર્ય અનેકગણું વિશેષ છે. વસ્તુતઃ પૃથ્વીમાં એવું બીજું કઈ પણ સ્થાન નથી, કે જેની સાથે કાશ્મીરની તુલના થઈ શકે.” ઇ. સ. ૧૫૮૯માં સમ્રાટ અકબર કાશ્મીરનું સૈદર્ય જેવા તે પ્રદેશમાં ગયા હતે. સૂર્યોદય થવા પૂર્વે જ તેણે પિતાની છાવણીથી બહાર નીકળી એક પર્વત ઉપર ચડી જઇને ત્યાં વિશ્રામ કર્યો. તારાપતિ તથા તારકાસુંદરીઓ સમસ્ત રાત્રિપર્યત નીલ આકાશમાં જાગૃતપણે ક્રીડા કરીને શ્રમિત થઈ રહ્યાં હોય, તેમ તેમના મુખ ઉપર હવે કોઈપણ પ્રકારની જ્યોતિ રહી હતી. કુલલલનાઓ સૂર્યોદય થતાની સાથેજ પતિશયાને પરિત્યાગ કરી નીચા મસ્તકે અંતઃપુરમાં ચાલી જાય તેમ તારકાસુંદરીઓ પણ પ્રભાતના દર્શનથી શરમાતી હોય તેમ પ્રકાશરૂપી શ્વેત વસ્ત્રના છેડાવતી પિતાનાં મુખકમળને છુપાવતી નીલ આકાશરૂપી ઉઘાનમાંથી નજીકના અંતઃપુરમાં ચાલી જવા લાગી ! ધીમે ધીમે ઉષાસુંદરી લલાટમાં સિંદૂર પૂરી, ગુલાબી વસ્ત્ર પહેરી, એક હાથમાં શિશિર જળબિંદુ અને બીજા હાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy