SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સમ્રાટ અકબર પશુ અનેકગણા ખર્ચો થયા હતા.” અંતઃપુર વિભાગના સર્વથી મેાટા પ્રધાનતરીકેનું કામ રાજા રાયસાલદરબારી કરતા હતા. તે પોતે હિંદુ હતા. અ ંતઃપુરની સર્વ વ્યવસ્થા સમ્રાટ અકબર હિંદુ રાજાઓના હાથમાંજ રહેવા દેતા હતા. અંતઃપુરની સ્ત્રીઓ પાનાંની તથા સોગઠાંની રમતમાં પોતાના ઘણા ખરા સમય વ્યતીત કરતી હતી. બાદાઉની લખે છે કેઃ “સમ્રાટ અક્બર બહુજ થાડા સમય અંતઃપુરમાં રહેતા હતા; અને તેમાં પણ સ્ત્રી–સહવાસ તા બહુજ અપ પ્રમાણુમાં રાખતા હતા. ” કવચિત્ અકબર પોતે પણુ અંતઃપુરની રમણી સાથે શેતરંજ વગેરે રમત-ગમતમાં ભાગ લેતા. કાઇ ક્રાઇ વાર એક સાહેબ જેવા અદ્ભુત પોષાક પહેરી તઃપુરની રમણીઓને હસાવતા પણ ખરા. સમ્રાટ પોતે પુરુષોચિત રમત-ગમતના બહુશેાખીન હતા, દિવસના ભાગમાં તે કેટલીકવાર પોતાના બંધુ-બધાને સાથે લઇ આવી રમતામાં મુખ્ય ભાગ લેતા. સમ્રાટ તથા તેના મિત્રા બહુજ હષ્ટપુષ્ટ અને પાણીદાર ઘેાડા ઉપર સ્વારી કરતા. સમ્રાટના હાથમાં સાના તથા રૂપાની એક લાંખી મજબૂત લાકડી રહેતી અને એ લાકડીવતી પૃથ્વી ઉપર પડેલા ખાલતે તે અશ્વ ઉપર રહીને આગળ લક્ષ્ય સ્થાને લઇ જવાના પ્રયત્ન કરતા. તેના વિરુદ્ધપક્ષ એજ બાલને પાછા હડસેલવાના પ્રયત્ન કરતા. આવી રીતે બન્ને પક્ષ વચ્ચે ખૂબ રસાકસી ચાલતી. કાઇ કાઇ વાર રાત્રિએ પણુ આવી રમતા ખેલવામાં આવતી. તે વેળા સમ્રાટ પલાશના લાકડાનો એક ખાલ તૈયાર કરાવતા અને તે બાલતે અગ્નિવડે ખાળી લાલચોળ અંગારારૂપે બનાવી પૃથ્વી ઉપર મૂકતાં. આલને આગળ હડસેલતાં જે સમ્રાટની કિંમતી લાકડી ભાંગી જતી અને તેની પાછળના જો કાઇ ઘેાડેસ્વાર તે ઝીલી લેતા, તા લાકડીની માલેકી તેને આપવામાં આવતી, વર્તમાન સમયે અંગ્રેજ આદિ સાહસી પ્રજાએ જે પેલા નામની રમત ખેલે છે, તેનુ મૂળ સમ્રાટ અકબરે રોધી કાઢયું હતુ. અક્ષરની ઉકત ક્રીડાનું રૂપાંતર કરીને અ ંગ્રેજ મુસાફ્રા તે રમતને ચૂરાપ ખાતે લઇ ગયા હતા, એમ કહીએ તાપણુ અયેાગ્ય નથી, કાઇ કાઇ દિવસ સાયંકાળે તથા પ્રભાતે સમ્રાટ અક્બર જંગલી હાથીના તથા વાધ, સિંહુ આદિ ક્રૂર પ્રાણીઓનેા શિકાર કરવા બહાર નીકળી પડતા. અકમરનુ` નિશાન ભાગ્યેજ ખાલી જતું. તે જેવા અપૂર્વ સાહસિક હતા તેવાજ અસાધારણુ બળવાન તથા અત્યંત સહનશીલ પણુ હતા. દુઃખા સહન કરવામાં તે બહુજ દૃઢ હતા. ઘણીવાર તે એકમાત્ર તરવારનેાજ આધાર લઇ ક્રૂર વાધની સામે થતા અને વાધતા વધ કરતા. કાઇ કાષ્ઠ વાર તે સ્વારીમાં નીકળતા, ત્યારે ધોડેસ્વાર થઇને રાજ ૮૦ કાસ જેટલી મુસાફરી કરતા. રાજ ત્રીશ કે ચાળીશ માલ જેટલા મા` પગે ચાલીને પસાર કરવા, એ તા તેને માટે રમત જેવુજ હતુ. ગમે તેવા માન્મત્ત હાથીને વશીભૂત કરવામાં તે એકકા હતા. હાથીના સુઢ ઉપર ચડી હાથી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy