SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ફતેપુર-સીકી, આગ્રા અને દિલ્હી ૧૭૧ પણ અદશ્ય થઈ ગઈ છે. ત્યાંથી આગળ ચાલતાં દિવાને ખાસ કિવા મંત્રણાભવન આવે છે અને તે પણ જેનારને મુગ્ધ કરે છે. સમસ્ત ભવન ખેત પથ્થરથી. મઢાયેલું છે; તેના અતર ભાગમાં શ્વેત પ્રસ્તરના સ્તંભે આવેલા છે, તે પણ અપૂર્વ શોભાને વિસ્તાર કરી રહ્યા છે. ઉકત સ્તંભોને નીચેનો ભાગ વિવિધ વર્ણની લતાઓ અને પુષ્પથી સુશોભિત છે. એમ કહેવાય છે કે શાહજહાને સમસ્ત સ્તંભ એવી રીતે લતા-પાનાથી અલંકૃત કરવાનો વિચાર કર્યો હતો, પણ તેમાં અનેક રત્નની આવશ્યકતા જણવાથી તથા ધાર્યા કરતાં વિશેષ વ્યય થાય, એમ લાગવાથી એ કામ એટલેથીજ પડતું મૂકવામાં આવ્યું હતું. સમગ્ર ગૃહ રૂપાના ચંદ્રતપવડે સુશોભિત હતું, પરંતુ પાણીપતના યુદ્ધ પૂર્વે મરાઠીઓ તે લૂંટી ગયા હેય, એમ જણાય છે. દિવાને ખાસવાળું ભવન તૈયાર કરવામાં લગભગ નવ લાખ રૂપિયાને વ્યય થયો હતો. કિન સાહેબ લખે છે કે:-“આવા પ્રકારનું દરબારગૃહ ભારતવષ માં અન્યત્ર કર્યાય નથી.આ ગ્રહની મધ્યમાં સુવર્ણાક્ષરે નીચેને લેખ કોતરાવેલે છે-“ જે પૃથ્વીમાં સ્વર્ગ હોય તે તે અહીં છે. અહીં છે, અહીં છે.” વસ્તુતઃ ગૃહ પણ એવું જ સુંદર અને મને હર છે. નિર્માણકાળે તે સ્વર્ગસમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ઉકત ગૃહની મધ્યમાં ઉચ્ચ શ્વેત મરમરની વેદી ઉપર શાહજહાનનું જગદિખ્યાત મયૂરાસન વિરાજતું હતું. તે ૬ ફીટ લાંબું અને ચાર ફુટ પહોળું હતું. આ સિંહાસન જોવાથી પ્રેક્ષકને એમજ લાગે કે જાણે બે સજીવ મયૂરો પોતાની કળાને વિસ્તાર કરી ઉભા રહ્યા છે અને તેની ઉપર સિંહાસનની સ્થાપના કરી છે ! મયૂરનાં પીછમાં જે જે રંગે હોય તે તે પ્રકારનાં રંગવાળાં મણિમુક્તાવડે આ સિંહાસનને સુશોભિત બનાવવામાં આવ્યું હતું. ટુંકમાં કહીએ તે સજીવન મયૂરનું જ આબેહુબ અનુકરણ કરવામાં સિંહાસન રચનારે સંપૂર્ણ સફળતા. પ્રાપ્ત કરી હતી. સિંહાસનના પાછલા ભાગમાં ઉભય મયૂરોનાં કળારૂપે વિસ્તરી રહેલાં પીછાં આવેલાં હતાં અને સન્મુખ ભાગમાં તેમની ગ્રોવાનો ભાગ આવેલો હતો. મધ્યભાગમાં કિંમતી લીલા પથ્થરમાંથી બનાવેલા પક્ષીઓની બહુ કુશળતાપૂર્વક ગોઠવણ કરવામાં આવી હતી. સિંહાસનની ઉપર સુવર્ણના બાર થાંભલી, સુવર્ણના ચંદરવાને મસ્તક ઉપર રાખી ઉભા રહ્યા હતા. થાંભલામાં પણ અનેક મણિમુકત્તાઓ અને કિંમતી રત્ન જડવામાં આવ્યાં હતાં.ચંદરવાની મધ્યમાં પણ મનહર તેજસ્વી રત્ન લટકતાં હ. આથી સિહાસનની મૂળ સુંદરતામાં અનેકગણી વૃદ્ધિ થતી હતી. સિંહાસનની બન્ને બાજુએ સૂક્ષ્મ કોતરણીવાળું અને મુક્તાજડિત લાલ રંગનું રાજ છત્ર વિરાજતું હતું. એ રાજછત્રના થાંભલા પણ સેનાનાજ બનેલા હતા. ઉકત સિંહાસનની પાછળ સાડા છ કરોડ રૂપિયાનું ખર્ચ થયું હત: www.umaragyanbhandar.com Shree Sudharmaswatini Gyanbhandar-Umara, Surat
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy