SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સમ્રાટ અક્બર મહાલની શરૂઆતથી તે અંતપર્યંત આગ્રામાંજ રહ્યો હતા. મેં તેનુ નિર્માણકા પ્રત્યક્ષ જોયું છે. રાજ વીશ હજાર મજુરા કામે લાગતા અને તે કામ (૪૦ સ ૧૬૩૦ થી ૧૬૪૮ સુધીના) ૧૮ વર્ષે` પૂરૂં થયું હતું. આ ઉપરથી તાજમહાલની પાછળ કેટલું નાણું ખરચાયું હશે તેને કિંચિત્ માભાસ પ્રાપ્ત થઇ શકશે. ’’ કર્નલ એંડરસનના અભિપ્રાય પ્રમાણે એ બાંધકામમાં ૪ કરોડ અને ૧૧ લાખ રૂપિયાના વ્યય થએલા તાવા જોઇએ. તાજમહાલને પૂર્વે રૂપાના મે મજબૂત દર વાજા હતા. માગલસામ્રાજ્યના પતન સમયે જાટ લોકેા આગ્રા ઉપર વિજય મેળવી તે લઈ ગયા હૈાય એમ જણુાય છે. તાજમહાલવાળા સ્થાનમાં પ્રવેશ કરતી વેળા એક અતિ ઉચ્ચ અને મનેહર તારણુહાર કિવા દરવાજો વટાવી સુંદર બગીચામાં દાખલ થવું જોઇએ. દરવાજાથી લઈને તે તાજમહાલપ ત એક સીધા માર્ગ વિદ્યમાન છે અને તે મા પણ શ્વેત મરમરથી મઢી લીધેલા છે. દરવાજામાં પ્રવેશ કર્યો પછી અને અધે ગયા પછી બરાબર મધ્યસ્થળમાં એક સુંદર પુવારા દૃષ્ટિગાચર થાય છે. ઉક્ત પુવારા જાણે કે તાજમહાલની શાભા જોઈને પોતાનું કર્તવ્ય ભૂલી જઈને મૂ ંગા અને દિડ‘મૂઢ બની ગયા હૈાયને! તેમ ઉભા રહેલા જણાય છે. માની બન્ને બાજુએ સુદર ઉદ્યાન અને સુ ંદર વૃક્ષની દ્વારા આવેલી છે. કાઇ કાઈ સ્થળે ગુલાબનાં પુષ્પા ખીલેલા છે. એ પુષ્પા પવનના કિંચિત્ આધાતથી હાલવા માંડે છે, ત્યારે જાણે કે એ નિર્દોષ કુસુમા પણ ભૂતકાળનું સ્મરણ કરી શાકથી ધ્રૂજતાં હાયને ! એવા આભાસ થયા વિના રહેતા નથી. પુષ્પાની સુગંધી તાજમહાલની નિરંતર પૂજા કર્યાં કરે છે ! કાઇ કાઈ થળે બકુલ અને સેફાલિકાની લતા શાક અને ખેદથી મસ્તક નીચે નમાવી ઉભી રહી છે. જાણે કે તે પણ તાજમહાલને પુષ્પાંજલિ આપી રહી હાયને ! યમુના પણ તાજમહાલના ચરણુસ્પર્શ કરવા માટે પોતાને ભાગ્યશાળી માનતો મંદ મંદ ગતિએ પ્રવાહિત થઈ રહી છે. સહસ્રાવિવિધ પક્ષી અનંત કંઠે સુલલિત સ્વરે તાજની સ્તુતિ કરી રહ્યાં છે. પ્રકૃતિસુંદરી પણ જાણે કે શિલ્પસૌંદ` જોઇને નિરાશ કિવા પરાજિત થઇ ગઇ હોય તેમ મુગ્ધભાવે ઉભી રહી, તાજની ઉપાસના કર્યો કરે છે. ઉત્તરમાં મનેાહર ઉદ્યાન અને દક્ષિણે યમુના નદી પ્રવાહિત થાય છે. ઉત્તર-દક્ષિણ તરફ્ વેદી કે જેના ઉપર તાજમહાલ ઉભા છે, તેની પહેાળાઈ ૩૧૩ ફીટ જેટલી છે. એ વેદીની પૂર્વ-પશ્ચિમ લંબાઇ ૮૮૦ ફીટ જેટલી છે. આ વેદી પણ સુંદર અને સુવિશાળ છે, એમ કહેવાની આવશ્યકતા નથી. તાજમહાલની પૂર્વ-પશ્ચિમ તરફ લાલ પથ્થરથી મઢાએલુ` વિશાળ અને સુ ંદર ઉપાસનાગૃહ તથા વિહારભવન વિરાજી રહ્યું છે. જે વિશાળ વેદીનું અમે ઉપર વર્ણન કર્યું. તે વેદીના મધ્ય ભાગ શ્વેત મરમરથી મઢાયલા અને ૨૨૫ ફીટ ઉંચા તથા ચાતરા ૩૧૩ ફીટના માપના છે. તેના ચાર ખૂણામાં શ્વેત મરમરના અતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy