SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સમ્રાટ અકબર ,, જોઇએ. આ દરવાજો દિલ્હીદ્વાર ” ના નામથી પ્રસિદ્ધ છે અને તે રાજમહેલમાં પ્રવેશ કરવાના જે દરવાજો છે, તેના જેટલાજ સુંદર છે. એ દરવાજાને પાછળ રહેવા દૃષ્ટ આગળ એક રાજમાર્ગે ગતિ કરવી જોઈએ. આ રાજમાર્ગ ધીમે ધીમે ઉચ્ચ—ઉચ્ચતર થતા જાય છે. માની દક્ષિણ દિશાએ અક્બરના પૌત્ર શાહજહાને ચણાવેલી શ્વેત મરમરની વિશાળ મેતી-મસ્જીદ આવેલી છે. આ મસ્જીદમાં પ્રવેશ કરતાં પહેલાં ઊંચી સીડીપર ચડવું જોઇએ. એ સીડી પણ શ્વેત મરમરની છે. મસ્જીદની ચાતરફ્ ગઢ આવે છે અને તે પણ શ્વેત મરમરનાજ અનેલા છે. મસ્જીદનું આંગણું કે જે ૧૪૨ ફીટ લાંબુ અને ૧૦૦ ફીટ પહાળુ છે, તે પણ શ્વેત મરમરના પથ્થરવડે આચ્છાદિત છે. "" ', ખાસ મસ્જીનું મકાન પશ્ચિમ ભાગ ઉપર આવેલુ છે. તે ૧૪૨ ફીટ લાંબુ અને ૫૬ પીટ પહેાળુ છે. તે મકાન મૂળથી લઇને તે અ ંતપ ત સમસ્ત શ્વેત મરમરથી મઢી લીધેલું છે. તેને શ્વેત ગુંબજ તથા સુવર્ણના રંગનું શિખર બહુ દૂરથી જોઇ શકાય છે. ટેલર સાહેબે લખ્યું છે કે:-“ આ મકાન સાથે હું તુલના કરી શકું એવું કૅાઇ મકાન મેં હજીસુધી જોયુ નથી. ” હંટર સાહેમ કહે છે કે: “ ણુ' કરીને પૃથ્વીમાં સ કરતાં વિશુદ્ધ અને મનેાહર ઉપાસનાગૃહ આજ હશે. ” પારદના જેવી શુભ્ર અને સ્વચ્છ દિવાલા નયનને અને મનને એવી તે રજીત કરે છે કે તેને એકાએક ત્યાગ કરીને આગળ જવાનુ મનજ થાય નહિ. માતી મસ્જીદમાંથી નીચે ઉતરી સહેજ આગળ જવાથી સન્મુખ એક રાજપુરી (અતઃપુર) આવે છે. તેની આસપાસ પણ એક ગઢ આવેલા છે. ઉકત રાજપુરીના કયા અંશ અકબરના સમયનેા હશે, તેના નિર્ણય થઈ શકતા નથી. અમે આ સ્થળે માત્ર સક્ષિપ્ત વર્ણન આપીનેજ સતેાષ માનીશું. સં પહેલાં એક વિશાળ આંગણુ જે ૫૦૦ પીટ લાંષુ અને ૩૭૦ પીટ પહેાળુ છે, તેમાં આપણે પ્રવેશ કરવા જોઇએ. તેની પૂર્વ દિશામાં “ દિવાનેઆમ અથવા દરબારગૃહ આવેલુ છે અને બાકીની ત્રણ દિશાઓમાં કેટલાએક નાના-મોટા ઓરડાઓ આવેલા છે. દરબારગૃહની લખાઈ ઉત્તર-દક્ષિણ દિશામાં ૨૦૮ પ્રીટ જેટલી અને પૂર્વ-પશ્ચિમ તરફથી પહેાળાઇ ૩૬ ફીટ જેટલી છે. સમસ્ત ગ્રહ શ્વેત મરમરના પથ્થરવતીજ નિ'િત છે, એમ કહેવાની જરૂર નથી. તેની પૂર્વ તરફ એક ગઢ અને ખાકીની ત્રણ દિશાએ તદ્દન ખુલ્લી છે. અનેક મનહર સ્તંભા ગૃહમાં ઉભા રહી ગૃહની શાલા અને ગંભીરતામાં વૃદ્ધિ કરે છે. ગૃહની પૂર્વ તરફ મધ્ય સ્થળે શ્વેત પ્રસ્તરની એક ઉચ્ચ વેદી છે, તે વેદી ઉપર દરખારગૃહમાંથી ચડી શકાય એવી વ્યવસ્થા નથી. અંતઃપુરમાંથી એક સીધા માર્ગ આવે છે અને તે માર્ગેજ આ વેદી ઉપર જઇ શકાય એવી ગાડવણુ છે. મોગલસમ્રાટો અત:પુરમાંથી સીધા દરબારગૃહમાં આાવી, આ સિ ંહાસન ઉપર ખેસી શકતા. આ મા અને તેનું દ્વાર બહુ ઊંચે હાવાથી તેને "" Shree Sunarmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ".
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy