SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા પ્રતાપસિંહ ૧૫૭ માટે ક્ષમા યાચીએ છીએ. પ્રતાપનું વીર હદય નિર્બળતાના પંજામાંથી મુક્ત થઈ ગયું. તેણે વિચાર કર્યો કેઃ “શું હું સ્ત્રી કે પુત્રની ખાતર મારું ઉન્નત મસ્તક અવનત કરવાને તૈયાર થાઉં? જે મસ્તકે માત્ર ઇશ્વર સિવાય અન્ય કોઇને નમ્યું નથી, તે શું એક સામ્રાટ પાસે નમાવું? જે સ્વાધીનતાના રક્ષણાર્થે આટલા સંગ્રામે કર્યા, વંશપરંપરાથી ઉતરી આવેલું પ્રાચીન સામ્રાજ્ય નષ્ટ કર્યું, અતુલ ઐશ્વર્યાને ભોગ આપે, સેંકડો અને હજારો પ્રિય તથા વિશ્વાસુ સૈનિકના પ્રાણની આહુતિ આપી અને સ્વયં મારે પણ રક્તપાત કર્યો, તે સ્વાધીનતા હું શું હવે ઇચ્છાપૂર્વક ત્યજી દઉં? સ્વાધીનતાને વિક્રય કરી પરાધીનતાની લેહશંખલા ગળામાં નાખવા હવે હું તૈયાર થાઉં? અન્ય રાજપૂત નૃપતિએ મને સહાયતા આપવાને બદલે ઉલટા સ્વદેશની પરાધીનતાને માર્ગ વિશેષ વિશાળ કરી મને પણ તે માર્ગે ખેંચી જવા માગે છે, એ હું સારી રીતે સમજી ગયો છું. ભલે તેઓ સ્વદેશની વિરુદ્ધ પિતાની સમસ્ત શક્તિને અને સામર્થ્યને ઉપયોગ કરે, ભલે તેઓ જન્મભૂમિના સર્વનાશાથે મારી વિરુદ્ધ તલવાર લઈને ઉભા રહે; પરંતુ હું મારા કર્તવ્યમાર્ગથી ચુત નહિ થાઉં. માતા ! જન્મભૂમિ ! હું એકલે શું કરીશ? હવે તે તારો પણ સર્વદાને માટે ત્યાગ કરે એજ ઉચિત છે. અતિ દૂર દેશમાં જઈ સ્વાધીનતાપૂર્વક બાકીનું જીવન વ્યતીત કરવું, એજ હવે તો ઈચ્છવાયોગ્ય છે. ગમે તે પ્રકારનું કષ્ટ સહન કરવું પડે તે તે કબૂલ, પણ પરાધીનતા તે નહિજ સ્વીકારું, એ નિશ્ચય છે. માતૃભૂમિ ! તારા સમસ્ત કુપુત્રની પ્રપંચજાળમાંથી તું તારું કેવી રીતે રક્ષણ કરી શકીશ, તે સમજાતું નથી.” આ પ્રમાણે વિચાર કરી પ્રતાપે ભાવીને માર્ગ સુનિશ્ચિત કર્યો, અર્થાત મેવાડને પરિત્યાગ કરી, અરવલ્લી પર્વતને ઓળંગી, પશ્ચિમ તરફની વિશાળ મભૂમિને પાછળ રહેવા દઈ સિંધુ નદીને કિનારે એક નૂતન રાજ્યની પ્રતિષ્ઠા કરી સ્વાધીનતાપૂર્વક જીવન વ્યતિત કરવું, એવી તેણે પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞાની દઢતા અને સ્વદેશપ્રીતિની દિવ્યતા સમજાવવા જતાં શબ્દોનું સામર્થ્ય નિષ્ફળ જાય તેમ છે; માટે અમે એ સંબંધી વધારે વિસ્તાર કરતા નથી. અને મહારાણાએ પિતાની સાથે ચેડા અનુચર તથા સહચરો લઈ, સ્વદેશને પરિત્યાગ કરી આગળ ચાલવા માંડયુ. અનેક સુંદર મહેલાત અને પ્રાસાદવાળી નગરીઓ ભણી દષ્ટિપાત નહિ કરતાં, મનહર કિલ્લાઓ ભણું લક્ષ નહિ આપતા, પ્રિયતમ મેવાડને પાછળ રાખી પ્રતાપ આગળ ચાલવા લાગ્યા. મહારાષ્ટ્રનું હૃદય આજે ખેદથી છલકાઈ જાય છે, તેથી તે મૂંગે મેઢે, નીચે મસ્તકે અને ધીમે પગલે ચાલવા મડેિ છે. હદયને આગળ વધવું ગમતું નથી, પગ આગળ ચાલવાને ઇચ્છતા નથી, બંને આંખે અશ્રુજળથી - ઘેરાઈ જઈને માર્ગ દર્શાવવાને અશક્ત બની છે, મહારાણો અને તેના અનુચર Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy