SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત અને મિજા આજીજ કેક ૧૨૧ ત્યારબાદ સમ્રાટે સુરત ઉપર ઘેરો ઘાલ્ય; કારણ કે તે સમયે સુરત વિદ્રોહીએનું એક પ્રધાન સ્થાન થઈ પડયું હતું. અકબર સુરત ઉપર સ્વારી લઈ ગયે, તે પૂર્વે યૂરોપીય જાતિઓ ભારતવાસીઓને પજવવાનો આરંભ કરી ચૂકી હતી. નિજામુદ્દિન અહમદે લખ્યું છે કે-“ યૂરોપવાસીઓ મુસલમાન પ્રજાને અનેક પ્રકારે હાનિ પહોંચાડતા હતા. તેમના જુલ્મમાંથી મુક્ત થવા સુરતની આસપાસ એક મેટ કિલે તૈયાર કરાવવામાં આવ્યો. કિલે તૈયાર થશે તે પિતાની એક પણ યુક્તિ નહિ ફાવે એમ ધારી યુરોપીય જાતિએ મોટાં જહાજો મારફતે કિલ્લાના કામમાં વિદ્ધ નાખવાને આરંભ કર્યો. છતાં યુરોપીય પ્રજા તેમાં સફળ થઈ શકી નહિ અને તેમની મુશ્કેલીઓની વચ્ચે કિલે તૈયાર થઈ ગયો.” આ કિલ્લાની બે બાજુએ નદી અને બાકીની બે બાજુએ એક મોટી ખાઈ આવેલી છે. તે ખાઈ ૪૦ હાથ ઉંડી અને બહુ ગંભીર દશ્યવાળી છે. નદીના જળથી તે સર્વદા પરિપૂર્ણ રહે છે. ખાઈ ઓળંગ્યા પછી, ઉપરાઉપરિ બે મજબૂત દિવાલે પસાર કર્યા પછી જ દુર્ગમાં આવી શકાય, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કિલ્લાની દિવાલ ૧૦ હાથ જાડી અને ૪૦ હાથ ઉંચી છે. તે ઇંટ તથા પથરાઓવતી ચણવામાં આવી છે અને ખાસ ખુબી તે એ છે કે પ્રત્યેક પથ્થર બીજા પથ્થરની સાથે એક લેખંડની સાંકળવડે જોડાયેલો છે. સુરત શહેર એક વેળા ચૂરેપવાસી વ્યાપારીઓનું મુખ્ય વાણિજ્યસ્થાન હતું. ત્યાં અનેક યૂરેપવાસીઓ વસવાટ કરતા હતા. સમ્રાટ અકબરે સુરતને કિલ્લો ઘેરી લીધાના સમાચાર સાંભળી કેટલાક પોર્ટુગીઝ ગેવાથી સુરત આવ્યા. અબુલફઝલે લખ્યું છે કે –“ધણું કરીને તેઓ કિટલામાં ઘેરાયેલા વિદ્રોહીઓને સહાય કરવા તથા પ્રપંચદ્વારા સુરતને કિલે તાબે કરી લેવા આવેલા હતા, પણ સમ્રાટ અકબરનું સૈન્યદળ જોઈને તથા તેમની ઘેરો ઘાલવાની પદ્ધતિ જોઇને તેઓ પોતાના તે વિચારોમાં નિરાશ થઈ ગયા; તેથી તેમણે પિતાને “દૂત” તરીકે પરિચય આપે. તે પિોર્ટુગીઝે અનેક પ્રકારની ભેટે લઈને સમ્રાટની પ્રીતિ મેળવવા દરબારમાં આવ્યા.” યૂરોપીય પ્રજાની સાથે મળવાને તથા વાર્તાલાપ કરવાને સમ્રાટને આ પ્રથમ પ્રસંગ હતે. અકબરે પોર્ટુગીઝને સારે આવકાર આપ્યો અને યુરોપના ભિન્ન ભિન્ન પ્રદેશમાં કેવી શાસનપદ્ધતિ ચાલે છે, કેવા રીતરિવાજો પ્રવર્તે છે તથા તેમની કેવી અવસ્થા છે તે સંબંધી અનેક વિષયની ચર્ચા કરી. કેઈ ન માણસ મળે અને તેની પાસેથી કઈ નવું જાણવાનું કે શીખવાનું હોય તે તે શીખી લેવું, એ અકબરને ખાસ ગુણ હતો. તે નિરંતર જો કે રાજ્ય સંબંધી અનેક કર્તવ્યમાં મશગુલ રહેતે હતે. પણ પ્રસંગે પાત જ્ઞાનરૂપી મકરંદને સંચય કરવામાં પણ પ્રમાદ કરતો નહે. છેવટે પર્ટુગીઝોને પણ કેટલાંક પ્રીતિ-ઉપહારે અર્પણ કરી પરમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy