SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત અને મિજા આજીજ કેકા દર્શાવતા હતા. સમ્રાટ અકબર રાજા ભગવાનદાસ અને રાજા માનસિંહની સાથે બે હજાર સૈનિકોને લઈ મિર્જાઓને દાબી દેવા બહાર પડે. અકબરે એટલી બધી ઝડપથી આગળ ચાલવા માંડયું કે સૈનિકોને મેટ ભાગ તેની સાથે ચાલી શકવાને સમર્થ થઈ શકયો નહિ. સમ્રાટ ગણ્યા-ગાંઠયા સૈનિકોની સાથે તાપી નદીના કિનારે પહોંચે, ત્યારે એક બ્રાહ્મણ વટેમાર્ગુએ તેને એવા સમાચાર આપ્યા કે –“મિર્જા મહાન સૈન્ય સાથે, નદીના સામેના કિનારા ઉપર નગ રીમાં એકત્ર થયા છે.” તે સમયે સમ્રાટની પાસે માત્ર ૪૦ ઘોડેસ્વારોનીજ સૈન્યસંખ્યા હતી; કારણ કે અકબરની ઉતાવળને લીધે સૈનિકોને મેટે ભાગ પાછળ રહી ગયા હતા. હવે વિલંબ કરે વ્યાજબી નથી એમ ધારી, થોડી ક્ષણો પર્યત નવા લશ્કરની રાહ જોઈ; પરંતુ તેટલા સમયદરમિયાન સઘળું લશ્કર આવી શક્યું નહિ. છેવટે નવા આવેલા ૬૦ સૈનિકને પિતાના જૂના લશ્કરમાં મેળવી દઈ સમ્રાટે આગળ ગતિ કરવા માંડી. રાત્રિ પડી ચૂકી હતી. રાજા માનસિંહે યુદ્ધસમયે આ નાનકડી મોગલસેના આગળ પિતાને સર્વથી પ્રથમ ઉભા રહેવા દેવાની અનુમતિ માગી. સમ્રાટે માનસિંહની પ્રાર્થનાને ઉત્તર આપતાં જણાવ્યું કે“ આજે આપણી પાસે એટલી બધી સેના નથી કે આપણે તેના અમુક ભાગ પાડી કાર્યની વહેંચણી કરી શકીએ. આજે તે આપણને સર્વને સાથે રહીને છવજાનપૂર્વક યુદ્ધ કરવું પડશે.” માનસિંહે અત્યંત માનપૂર્વક કહ્યું કે-“સમ્રાટ પ્રત્યે અનુરાગ દર્શાવવા, મને જે બે પગલાં આગળ ચાલવાની આજ્ઞા આપવામાં આવશે તે હું આપને ઉપકાર માનીશ.” સમ્રાટે મંદ હાસ્યપૂર્વક માનસિંહની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. ત્યારબાદ તેઓ સૈન્ય સહિત નદીને સામે કિનારે પહોંચી, નગરીની અંદર થઈને બહાર નીકળી ગયા. ત્યાં આગળ વિશાળ મેદાનમાં શત્રનું સૈન્ય યુદ્ધની રાહ જોતુંજ ઉભું હતું. સમ્રાટનું સૈન્યદળ તે સમયે માત્ર ૧૦૦ સિનિકનું જ હતું. કોઈ કોઈ ઐતિહાસિક ૧૫૬ સૈનિકે હેવાનું પણ જણાવે છે. શત્રુનું સૈન્ય એક હજારનું હતું, પરંતુ સંખ્યાની વિશેષતા જોઈ અકબર જેવો પ્રબળ સમ્રાટ પાછા હઠે તેમ નહોતું. તેણે પિતાના અશ્વને સખ્ત એડી મારી અને તેને સંપૂર્ણ ઉત્તેજિત કરી એક મુહૂર્તમાં શત્રુની મધ્યમાં તૂટી પડયો. તીર્ણ તલવારના પ્રબળ આઘાતે વડે શત્રુનું સૈન્ય કપાવા લાગ્યું. અકબરનું સાહસ જોઈને શત્રુઓ તે થોડીવાર વિસ્મિત અને ભયભીતજ બની ગયા. નાની સરખી મોગલસેના પણું અકબરનું ઉજવળ દષ્ટાંત નિરખી, ભયંકર પરાક્રમ દર્શાવતી શત્રુસૈન્ય ઉપર ધસી ગઈ પ્રત્યેક સૈનિક અમાનુષિક વીરત્વ દર્શાવવા લાગે. પ્રત્યેક સિનિક પ્રાણુની પરવા કર્યા વિના યુદ્ધમાં ઘુમવા લાગે; પરંતુ શત્રુસેના પરાજિત થઈ નહિ. સમ્રાટ પાસે વિશેષ સૈન્ય નથી; એમ ધારી શત્રુપક્ષ આ પણું સાહસપૂર્વક યુદ્ધ કરી રહ્યો હતો. એક હજાર સૈનિકે પાસે સો સૈનિકની Shree Sadharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy