SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતોડ અને રાજસ્થાન ૧૧૧. આવું વીરત્વ પુનઃ કયારે પ્રાપ્ત કરશે ? વીરત્વની લીલાભૂમિ ચિતોડ આજે સ્મશાનભૂમિ જેવી બની ગઈ છે. પુણ્યતીર્થ ચિતોડને આજે કઈ ભાવ પણ પૂછતું નથી ? ચિતડને કિટલે સર કરી અકબર પિતાની છાવણીમાં પાછો ફર્યો. મેવાડની રાજવ્યવસ્થા માટે યથાયોગ્ય વ્યવસ્થા કરી તથા વિવિધ સરદારો અને અમાત્યની શાસન સંરક્ષણ અર્થે નિમણુક કરી, તે અજમેર તરફ માઈનુદ્દીન ચિસ્તીના સમાધિમંદિરની યાત્રા કરવા રવાના થશે. આ યાત્રાએ જતી વેળા અકબરે ગણ્યાગાંડ્યા અનુચરોજ પોતાની સાથે રાખ્યા. તેણે બહુજ સાદે પિોષાક પહેર્યો હતે અને હાથમાં માત્ર એક લાકડીજ રાખી હતી. તેની ખાંધ ઉપર એક જળપાત્ર ઝુલતું હતું. પગમાં ઉપાનને પણ અભાવ હતો. વસ્તુતઃ તેણે એક ફકીરના જે વિષ ધારણ કર્યો હતેા. માર્ગમાં દરિદ્રોને ધનદાન આપો, પીડિતાની સેવા-સુશ્રષા કરતે અને શોકાર્તાને આશ્વાસન આપતે તે આગળ ચાલવા લાગ્યો. સમ્રાટ આજે પવિત્ર આશ્રમની યાત્રાર્થે અજમેર જાય છે અને તેથી તેણે એક પવિત્ર ફકીરનો વેષ ધારણ કર્યો છે. આ યાત્રાને ઉદ્દેશ શું હતો ? સમ્રાટ પિતાના અંતઃકરણમાં એમ માનતો હતો કે ચિતોડના ઘેરામાં મોગલ સેનાને જે વિજય થયો છે તે માત્ર પ્રભુકૃપા કિવા પૂર્વજોના પુણ્યપ્રતાપે જ થયો છે, માટે એ વિજયને અંતે મહાપુરુષના સમાધિમંદિરની યાત્રા કરી કૃતજ્ઞતા સૂચવી આપવી. યુદ્ધ પછી બીજે વર્ષે અર્થાત ઇસ. ૧૫૬૯ માં અંબરરાજબાળા જોધબાઈએ એક પુત્રને જન્મ આપે. આ છ પુત્ર સલીમના નામથી પ્રસિદ્ધ છે. પુત્રપ્રાપ્તિથી માતાપિતાને નિરવધિ આનંદ થાય, એ સ્વાભાવિક છે. પુત્રના જન્મોત્સવ નિમિત્તે દિલ્હી તથા આગ્રા ખાતે એક મહાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એજ વર્ષે સમ્રાટે જયપુર પ્રદેશમાં આવેલા રત્નભાર નામના સુપ્રસિદ્ધ કિલ્લા ઉપર વિજય મેળવવા પ્રયાણ કર્યું. રત્નભારને કિલ્લે પણ એક સીધી ઉચાઇવાળા પર્વતના શિખર ઉપર આવેલું હતું. દુર્ગાધિપતિ રાય સૂર્યરે વિચાર્યું કે; “મોગલસેના આ કિલ્લા ઉપર ચડશે તે પૂર્વે જ હું તેને વિનાશ કરી શકીશ.” એમ ધારી તે નિશ્ચિતપણે બેસી રહ્યો. વસ્તુતઃ લશ્કર સાથે પર્વતના શિખર ઉપર પહેચવું એ સામાન્ય કાર્ય નથી. તેમાં પણ રત્નભારને પર્વત એવે તે જટિલ અને ભયંકર હતો કે ગમે તેવું બળવાન લશ્કર પણ લડતાં લડતાં ઉપર સુધી પહેચી શકે નહિ. રાય સૂર્યહર મનમાં ને મનમાં મોગલસેનાની મૂર્ખતા માટે ઉપહાસ કરવા લાગ્યા, પરંતુ રત્નભારના પર્વત પાસે તેના જેટલેજ અન્ય એક ઉચ્ચ પર્વત હતો. તે દુશ્મનને કેટલું ઉપયોગી થઈ પડશે તેને વિચાર રાજપૂત Sનરેશ કરી શક્યો નહિ, તેથી તેણે એ પાસેના પર્વત ઉપર લશ્કર કે દારૂગોળાની hree Sudhalinaswami Gyarlbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy