SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ અકબર રેતીવાળા સ્મશાનમાં જાણે કાતરક કે રુદન કરી રહી હોય અને જાણે એ સદનની અશ્રુધારાવડેજ યમુનાને પ્રવાહ વહી રહ્યો હોય, એમ શું નથી લાગતું? હાય ! કેટલું બધું પરિવર્તન! તે મોગલે અને પડાણો આજે પણ ભારતમાં વિદ્યમાન છે અને તે પવિત્ર નદી જાહન્વી તથા યમુના આજે પણ તેમના બળવીર્યની સ્તુતિ કરતી વહી રહી છે, છતાં શા માટે તેમના સુખને અંત આવ્યો? શા માટે તેમના સામ્રાજ્યનું પતન થયું ? શામાટે તેઓ આ દીન તથા ક્ષીણ હિંદુઓઠારા ભારતની રંગભૂમિ ઉપરથી અદશ્ય થઈ ગયા? શરીરના કે ધનના બળથી અભિમાની બનીને સામાન્ય જનના હિતને ભોગે યથેચ્છપણે વર્તે જનાર તથા દુઃખી જનેના કરુણ કંઠના રોદનસ્વરથી હૃદયને જરા પણ ગળવા ન દેનાર પાષાણુહદયના મા, જે જરા પણ જોઈ શકવાની શક્તિ ધરાવતા હોય તે તેમને ચેતવવા માટે હતભાગિની દિલ્હી તથા આગ્રા નગરી, પઠાણ તથા મેગલેના રુધિરથી લખાયેલા ઇતિહાસે પોતાની છાતીમાં દબાવી રાખીને આજે શોક અને વિષાદપૂર્વક ઉભી રહી છે! જેઓ સ્વાથ અવેક્ષમાં તણાયા વિના પિતાની જન્મભૂમિને અજ્યભાવદ્વારા મહાશક્તિશાળી બનાવવાની દઢ પ્રતિજ્ઞા કરી, એકમાત્ર માતૃભૂમિના કલ્યાણને અર્થે જ સર્વ પ્રકારના પ્રયત્ન, સાધનાઓ તથા દચ્છાઓ કરે છે, તેવા પુરુષો સ્વદેશને કેવી રીતે ઉન્નત તથા ગેરયુકત કરી શકે છે, તેનું મનોહર ચિત્ર અકબરચરિત્રમાં સ્પષ્ટ તરી આવે છે. એ અકબર આજે કેટલીએ શતાબ્દીઓ ચયાં સમયના પ્રવાહમાં અદશ્ય થઈ જવા છતાં તેનું ગૌરવ આજે પણ સમસ્ત પૃથ્વીને રોમાંચિત કરે છે. આજે પણ વસુંધરા પિતાની અનેક જીલ્લાઓ વડે તેની કીર્તિનું ગાન ગાઈ રહી છે! આધુનિક સમયમાં અકબરના જે સ્વદેશપ્રેમી પુરુષ ભારતમાં જન્મે નથી. જે કાળે સંકુચિત દષ્ટિવાળા અવિચારી હિંદુઓ તથા મુસલમાન સ્વાર્થવૃત્તિને આધીન થઇ, કેવળ કલેશ અને કંકાસમાંજ વખત ગુજારતા હતા અને તે રીતે જન્મભૂમિને રસાતળના ગંભીર અંધકારમાં સમાધિસ્થ કરતા હતા, તે કાળે અકબરને જન્મ થયું હતું. તેણે દુ:ખ તથા દુર્મતિમાંથી જન્મભૂમિને ઉદ્ધાર કરવા માટે અને માતૃભૂમિને જગતમાં અતુલનીય બનાવવા માટે પિતાની સમસ્ત શકિતને ઉપયોગ કર્યો હતે. વિવાદમાં જ રચીપચી રહેલા ભારતવર્ષને એકછત્રની સુશીતળ છાયા નીચે સ્થાપી, હિંદુઓ તથા મુસલમાનોને એકતાના સૂત્રથી બાંધી, એક પ્રબળ અને શકિતશાળી રાજનૈતિક જાતિ તૈયાર કરવાને તેણે પ્રયાસ કર્યો હતે. પોતે મુસલમાન હોવા છતાં હિંદુધર્મ સ્વીકાર્યો હતો, અને ભારતના સિંહાસન માટે હિંદુ-મુસલમાન ઉભયના લેહીથી જન્મેલે રાજ વંશ ચાલુ કરવા પિતાથી બનતું કર્યું હતું અને તેમ કરીને ફેંકી દૃષ્ટિવાળા Shree Sudharmaswami Gyanbhandar-Omara, Sura www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy