SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચિતડ અને રાજસ્થાન ૧૦૩ છે : તેને કર્તવ્યપરાયણ કરી શકયું નહિ ! તેને આવા સમયે પણ કેવળ આરામ, સુખ અને વિલાસિતાજ પ્રિય થઈ પડી ! હાય ! શામાટે ધાત્રીકુલરત્ન પન્નાએ આવા રાજપૂત કુલકલંકને પોતાના વસ્ત્રવતી છુપાવી રાખી તેને બદલે પોતાના પુત્રને પેલા હત્યારા ઘાતકી જલ્લાદની તી તલવાર નીચે ફેંકી દીધો ? શામાટે તેણીએ જલ્લાદની સન્મુખ ઉભા રહી પોતાના પુત્રને કુમાર ઉદયસિંહતરીકે ઓળખાવી પિતાના પુત્રના જીવનને બદલે આ રાજપૂતકુલાંગારની રક્ષા કરી ? ધાત્રી પન્નાએ તે સમયે કેવી સુંદર આશાઓ રાખી હશે ? તેણીએ ધાર્યું હશે કે તેના જેવી દુખિની સ્ત્રીના પુત્ર કરતાં, તેણીના જેવી દાસીના એક સંતાન કરતાં, મહારાણને આ વંશધર સ્વદેશનું પરમ કલ્યાણ કરશે ! તેણીની સમસ્ત ઉજજ્વળ આશાઓ આજે નિષ્ફળ થઈ છે ! ઉદયસિંહ આજે નાસી છૂટે છે ! હવે ચિતોડની રક્ષા કેણ કરશે ? પણ નહિ, વીરભૂમિમાં વીરપુત્રનો છેક અભાવ થઈ જ કદિ પણ સંભવિત છે ? હજી પણ તેમના પરના અંતરાયો દૂર કરી, તેમને છૂટા મૂકે અને પછી જુઓ કે આ ભારતીય જાતિ વસ્તુત: વીરજાતિ છે કે બીકણજાતિ ? એકવાર ખાત્રી કરે કે ભારતીય વીરનરે વીર અવતાર નેપોલિયનના સામર્થ્યને પણ ઓળગીને આ ગળ વધી જાય છે કે નહિ? સમ્રાટ અકબરે પ્રથમ તે ચિતેડના પર્વતની આસપાસ એક પ્રદક્ષિણા કરી, પર્વતની અને કિલાની અવસ્થાનું બરાબર નિરીક્ષણ કર્યું. ત્યારબાદ તેણે પિતાનું લશ્કર ત્રણ ભાગમાં વહેંચી નાખ્યું. ત્રણમનિ એક ભાગ સમ્રાટે પોતે પિતાની વ્યવસ્થા નીચે રાખ્યો અને રાજા પત્રદાસ આદિની સહાયકતરીકે નિમણુક કરી. દ્વિતીય ભાગની વ્યવસ્થા રાજા ટોડરમલ આદિને સુપ્રત કરી. તૃતીય ભાગની વ્યવસ્થા રાખવાનું એક મુસલમાન સેનાપતિને ફરમાવવામાં આવ્યું. આ પ્રમાણે ચિતોડ ઉપર ઘેરો ઘાલવાની હીલચાલ શરૂ કરી. ત્રણ ભાગોના વ્યવસ્થાપકતરીકે જે કે જૂદા જૂદા સેનાપતિઓને નિયુક્ત કર્યા હતા તોપણ સમ્રાટ અકબર પોતે જાતે એ સર્વ વિભાગોની વ્યવસ્થા, કાર્યવાહી તથા હીલચાલનું બારીક નિરીક્ષણ કરતા હતા. હાય ! રાજા ભગવાનદાસ, રાજા ટોડરમલ, રાજા પત્રદાસ વગેરે હિંદુઓજ હિંદુ સેનાને સાથે લઈને ચિતોડને ભસ્મીભૂત કરવા તૈયાર થઇ ગયા ! સમ્રાટે દુર્ગની પાસે એક મોટી સુરંગ ખોદવાની આજ્ઞા ફરમાવી. મોટાં મેટાં બેકડની ઓથે રહીને મજુરોએ સુરંગનું કામ શરૂ કરી દીધું. બહારથી કોઈ ગોળી મજુરને ન લાગે તે માટે ધેકડાને ભેંસના ચામડાવતી મઢી લેવામાં આવ્યાં હતાં અને તેમાં કપાસને બદલે રેતી ભરવામાં આવી હતી. મારે Shree આ ધેકડાં હલસેલતા રહીને સુરંગ ખોદવા લાગી ગયા. સુરંગની ઉપરને ભાગ www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy