SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર-મંડળ રાજસ્થાનના અનેક હિંદુ નરપતિઓએ પ્રાણના ભોગે સમ્રાટની અને સામ્રાજ્યની જે સેવા બજાવી હતી, તે સંબંધી વિસ્તૃત વર્ણન અમે હવે પછી આપીશું. સાધારણ રીતે હિંદુ રાજાઓ સમ્રાટ તરફથી યુદ્ધ કરવા નીકળતા ત્યારે માત્ર પિતાના હિંદુ સૈન્ય ઉપરજ આધિપત્ય ભોગવતા, પરંતુ તેમને મુખ્ય સેનાપતિતરીકે નિમવામાં આવતાં તેઓ હિંદુ તથા મુસલમાન ઉભય સંપ્રદાયના સૈનિકે અને સેનાપતિઓ ઉપર આજ્ઞા કરી શકતા હતા. હિંદુઓએ સમ્રાટના વિશ્વાસને તથા પ્રેમને કદાપ દુરુપયોગ કર્યો નથી. તેઓ સમ્રાટને પિતાના એક સગા-સંબંધી સમાનજ લખતા હતા. સમ્રાટના સામ્રાજ્યને પિતાનું હિંદુ સામ્રાજ્યજ સમજતા હતા. સમ્રાટ પણ હિંદુઓને પિતાનાજ મનુષ્ય સમજતો હતા, પિતાનાં સગાં-સંબંધી જેટલું જ માન આપતું હતું અને હિંદુઓના મંગળ અર્થે બની શકે તેટલી ચિંતા અને વ્યવસ્થા પણ કરતા હતે. નવીન અને પુરાતન આગ્રાની વચ્ચે યમુના નદી વહે છે. પુરાતન આગ્રામાં પૂર્વે શેખ મુબારક નામે એક અતિ ઉદાર હૃદયને મહા પંડિત પુરુષ વસતિ હતો. પ્રથમ તે સુન્ની સંપ્રદાયને અનુયાયી હતા, પણ પાછળથી તેણે શીઆ મતને સ્વીકાર કર્યો હતે. પ્રાયઃ સઘળાં દર્શનશાસ્ત્રોને અભ્યાસ કરી કાર્ય-કારણની પરંપરાનું તેણે બહુ ઉત્તમ અને નિષ્પક્ષપાત જ્ઞાન સંપાદન કર્યું હતું. તેના વિચારે બહુ સ્વતંત્ર હતા, અર્થાત્ સંપ્રદાયની અંધશ્રદ્ધાવડે દેરાયા વિના સર્વ શાસ્ત્રીય સિદ્ધતિની યોગ્યતાને નિર્ણય કરવાને તેનામાં અહિતોચ ગુણ હતે. સ્વતંત્ર વિચાર અને નિષ્પક્ષપાત શોધને પરિણામે પૃથ્વીના સમસ્ત સંપ્રદાયો અને ધર્મોપ્રત્યે તેને સમભાવ ઉપજી તેનું હૃદય અત્યંત ઉદાર બન્યું હતું. કુરાનના જુદા જુદા ભાગેને અભ્યાસ અને મુકાબલો કરીને તેણે લખ્યું છે કે“ હિંદુઓના ધર્મગ્રંથની માફક કુરાનમાં પણ કેટલાક અંશે પાછળથી દાખલ થયેલા છે. ” તેણે પિતાને ત્યાં એક શાળાની સ્થાપના કરી હતી. એ શાળામાં વિદ્યાર્થીઓને પિતાથી બની શકે તેટલું જ્ઞાન આપવાને તે નિત્ય પ્રયત્ન કરતે. તેને વૈભવ કે વિલાસ પ્રિય નહેતા. તે છેક સાદી જીંદગી ગુજારતો હતો. તેને ઈસ. ૧૫૪૧ માં એક પુત્રરત્ન પ્રાપ્ત થયું હતું, તેનું નામ અબુલ ફૈઝી (પાછળથી તે ફૈઝીના નામથી પ્રસિદ્ધ થયા હત) રાખ્યું હતું. ત્યાર બાદ ઈ. સ. ૧૫૫૧ માં બીજું એક સંતાનરત્ન પ્રાપ્ત થયું તેનું નામ અબુલ ફઝલ રાખ્યું હતું. આ બે પુત્રરત્નની જે તેને પ્રાપ્તિ ન થઈ હેત તે શેખ મુબારક નું નામ ઇતિહાસમાં અમરત્વ મેળવત કે નહિ તે અમે કહી શકતા નથી. મુબારક પિતાના હૃદયની ઉદારતા પુત્રહૃદયમાં સ્થાપવાને અને પિતાના પાંડિત્ય દ્વારા પુત્રોને સુશિક્ષિત બનાવવાનો પ્રયત્ન કરતો પિતાનું સરળ જીવન વ્યતીત che zelled. Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy