SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર-મંડળ ના ગુણની પ્રશંસા કરતે, હાથીને લઈને પોતાના માર્ગે વળ્યો. રાજા બિહારમલ અને તેના અનુચરો પણ આ બાળકની શકિત અને હિંમતની પરસ્પરમાં પ્રશંસા કરવા લાગ્યા. બાળક પેલા હાથીને અતિ દક્ષતા પૂર્વક હાંકી જતો હતો તે વખતે પણ રાજપૂતે પ્રાણના ભયથી આસપાસ નાસી નહિ જ હાથીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને હાથી એક મનહર તંબુ પાસે પહોંચે. બાળકે પેલા હાથીને અંકુશ-પ્રહારવતી પૃથ ઉપર બેસાર્યો અને પોતે એક ફલંગ મારી ભૂતળ ઉપર કુદી પડે. બાળકે હાથી ઉપરથી ઉતરી સર્વ પ્રથમ પેલા વૃદ્ધ રાજપૂતનરેશ ને આવકાર આપ્યો અને તેમને પિતાની પાછળ આવવાને ઈશારો કરી તંબુમાં આગળ વધ્યા. રાજપૂત નરપતિએ તંબુમાં પ્રવેશ કર્યા પછી જાણ્યું કે પેલે બાળક એ જ નવીન સમ્રાટ અકબર હતો. નવીન સમ્રાટની બાળશકિત જોઈ ખરેખર તેમને બહુજ આનંદ અને આશ્ચર્ય થયું. વૃદ્ધ રાજા સમ્રાટની સાથે કર્થોપકથન કરી સમ્રાટની સહૃદયતા અને પ્રતિભાને અનુભવ કરી અત્યંત મુગ્ધ થયા. સમ્રાટમાં એવી એક અસાધારણ શકિત હતી કે જે કે એકવાર તેની પાસે આવતું તે તેની વાતચિતની મધુરતા તથા સ્વભાવની સરળતા ઉપર મેહિત થયા વિના રહેતું નહિ. થોડા સમયના પરિચયે એ ઉભય રાજાઓને પરસ્પરના અનુરાગી બનાવી દીધા. સમ્રાટ અકબરે વૃદ્ધ હિંદુરાજા પ્રત્યે આટલું બધું સન્માન અને સૌજન્ય પ્રદર્શિત કર્યું કે જે સન્માન અને સૈન્યના બદલામાં વૃદ્ધ રાજા સમ્રાટને સદાને માટે સનેહાધીન સેવક બની ગયો ! ઉક્ત બનાવને આજે પાંચ વર્ષ થઈ ગયાં છે, બહેરામખાં પંચત્વ પામ્યો છે, સમ્રાટ અકબરે પિતે રાજ્યનો સઘળો કારભાર પિતાના હાથમાં લઈ લીધો છે; છતાં હજી તે ઉપલે પ્રસંગ ભૂલી ગયો નથી. રાજપૂતોનું સાહસ હજી તેની સ્મૃતિમથિી ભુંસાઈ ગયું નથી. રાજપૂતો પણ સમ્રાટની સહૃદયતા અને સરળતાને વિસરી શક્યા નહતા. અકબર એક સમયે મયનુદ્દીન ચિસ્તીની પવિત્ર સમાધિ (કબર) ની યાત્રા કરવા અજમેર તરફ જતા હતા. રસ્તામાં જ્યારે તે અંબર પ્રદેશની પાસે પહોંચે ત્યારે રાજા બિહારીમલનાં દર્શન કરવાની તેને પ્રબળ ઈચ્છા ઉદ્દભવી. આથી તેણે તત્કાળ અંબરાધિપતિને નિમંત્રણપત્ર મોકલી મળવા માટે બોલાવ્યા. રાજા બિહારીમલ તે પિતાના સમસ્ત પુત્રો તથા પત્રને સાથે લઈ અકબર પાસે હાજર થયો. સમ્રાટે તેમની સાથે વાર્તાલાપ કરી, તે વાર્તાલાપદ્વારા તેમની તીણ બુદ્ધિને સ્વાનુભવ મેળવી પિતાને પરમ સંતોષ પ્રદર્શિત કર્યો. રાજપૂતકુમારોના સદ્વ્યવહારે અકબરના હદય ઉપર ઊંડી અસર કરી. તે જ સમયથી બંને પક્ષો પરસ્પરના સ્નેહપાશમાં બંધાયા. વૃદ્ધ રાજા બિહારીમલે સ્વેચ્છાપૂર્વક સમ્રાટની આધીનતા સ્વીકારી. સમ્રાટે રાજપૂત સાથેના પ્રેમમાં અભિવૃદ્ધિ કરવા તથા હિંદુ-મુસલમાનમાં સંપની વૃદ્ધિ કરવા રાજપૂત રાજતનયા સાથે Shree Sudharmaswali Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy