SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા. (૨) સકા હૈમવક–તેમને બીજો ભાગ આ નામે ઓળખાતો. આ લેક પારસી પ્રાંત (સીસ્તાન) કંગિયાનમાં રહેતા. આ પ્રદેશ હેલમન્ટ ( Helmund ) નદીનાં કાંઠા ઉપર છે. પાછળથી તે પ્રદેશ “સકસ્થાન” તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. પારસીઓ તેને સિજિસ્તાન ” કહેતા. હાલ તેને “ સીસ્તાન” કહેવામાં આવે છે. (૩) સકા તરદરયા–ત્રીજો ભાગ તરદા સક તરીકે ઓળખાતો તેઓ કાસ્પીયન સી–સમુદ્રને કિનારે રહેતા હતા. સમુદ્રની ઉત્તરે તથા રશીયાની દક્ષિણે આવેલા પહાડી પ્રદેશમાં તેઓ રહેતા હતા. તે લોકે પિતાના નાયકને સે-વાં કહેતા હતા. અને સે એટલે કે એ આપણે ઉપર જાણી લીધું. વાંમ્ એ ચીનીભાષાને શબ્દ છે. તેને અર્થ સ્વામી, સરદાર કે રાજા એ થાય છે. અર્થાત સે-વાંએટલે સકરાજા, સસરદાર * સકમુરૂન્ડ કે સકસ્વામી એ બધા એકજ અર્થવાચક શબ્દાંતરો છે. ઉપર આપણે જોઈ ગયા કે આ સૈ-વાંગ પોતાના માણસોને અને લશ્કરને વેર વિખેર કરી કપિશ-કિપિન દેશમાં ચાલ્યો ગયો. બીજા લોકો બાકટ્રીયા તરફ ગયા. ત્યાં તાહીયા લકે રહેતા હતા. તેમની સાથે આ લેકે પણ વસી ગયા. પેલી તરફ ઈશિત્રાષિક જાતિના લોકે માંડ પંદર વીસ વર્ષ સરદયા નદીને કાંઠે આરામથી વસી રહ્યા હતા તેમાં એક બનાવે તેમને વળી તે સ્થાન છોડાવવાની ફરજ પાડી. ઉપર વાંચી ગયા છે તે લોકોનાં બે ભાગ થયા પહેલાં તેમને પુરસુન જાતિના લોકો સાથે લડવું પડયું હતું. તેમાં વુ-સુન જાતિને રાજા મરાયા હતા. તે રાજા મરાયે તે પછી તેના પુત્રને બ્રણ લોકોએ દત્તક–ખેળે લઈ લીધો હતે. તેમણે તેને પાળી પોષી મેટો કર્યો. એજ છોકરાએ તેના પાલનહાર-રક્ષક હોયંગનૂ હૂણ લોકોની મદદ લઈને પિતાનું વેર વાળવા ઈ. પૂ. ૧૬૦ માં યુઈશિ–ષિક જાતિ ઉપર હુમલો કર્યો. તેમની સાથે ભારે લડાઈ થઈ. હુણ અને સુઈશિ લેકે તે પરાપૂર્વથી દુશ્મને હતા જ. હૂણેએ યુઈશિઓને મારીને હટાવ્યા. એટલે તેમણે સૈ-સક લેકેના રહેઠાણે જે પડાવી લીધાં હતાં તે બધા યુઈશિઓને ખાલી કરવા પડ્યા એટલે ત્યાંથી નિકળી યુઈશિ લેક સીરદરયા-નદીની દક્ષિણ તરફ ચાલ્યા ગયા. ત્યાંથી “વંશુ (આમૂ)” નદીને પાર કરી બાકટીયામાં આવી પહોંચ્યા. * Saka-murunda, Murund being a later form of a Saka word which has the same meaning as chinese" wang, " . e, master, lord. In Indian inscriptions and coins it has frequently been translated with the Indian word "Svāmin." Political History, P. 292. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy