SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ એ આશા આકાશમાંથી પુષ્પ ચુંટવા જેવી છે.” “હું જઇશ કે તે તું કેમ નથી બદલાતે ?” “સરદાર ! ખાંડ ખાજે ખાંડ !” - “ શું પ્રભાવતીની પ્રાર્થનાને તારા મનમાં કાંઈ પણ માન નથી? તે દિવસે તારે અહીથી ચાલ્યા જવું અને આ કષ્ટમય કેદખાનામાંથી છુટકારો મેળવી લે, એ માટે તેને પ્રભાવતીએ પત્રદ્વાર જે જણાવ્યું હતું તેજ આજે પણ ફરી તને જણાવે છે.” “તેના મુખેજ તેને મત સાંભળ્યા વિના હું કાંઈ પણ કહી શક્તિ કે કરી શકતા નથી.” “ એકંદર રીતે તારી ઇચ્છા પ્રભાવતી કે જેની સાથે મારે વિવાહ નિશ્ચય થઈ ગયો છે તેને એકાંતમાં મળવાની છે; પરંતુ લલિત ! આ વાત તને કલંકરૂ૫ છે. ” લલિત તરફ તિરસ્કારથી જોતે દુર્જન બોલ્યો. - “પ્રભાવતીને મળવું, શું એ લાંછનાસ્પદ છે? ઠીક છે, કાંઇ ફિકર નહીં. સરદાર! જે તમે મારા આ પ્રશ્નનો જવાબ હામાં જ આપતા, હે તે પછી તેને મત કે પ્રાર્થના મને કહી સંભળાવવાની શી જરૂર હતી ?” “ લલિત ! હવે તું મર્યાદાનું ઉલ્લંધન કરે છે.” તેમ કરવાની તમે મને ફરજ પાડે છે. ” એ મૂર્ખ ! હું તને મારા હુકમ મુજબ કામ કરવાની ફરજ પાડીશ.” “સરદાર! જેઇશું કે શું થાય છે?” લલિત ! હવે હું તને એકજ વખત છેવટનું કહું છું કે–પ્રભાવતીના અને મારા મત મુજબ તારે એક ક્ષણને પણ વિલંબ ન કરતાં મારા પ્રદેશની હદની બહારબંગદેશમાં–એકદમ ચાલ્યા જવું, એમ કરી કુમાર ચંદ્રસિંહના ખૂન માટે થનાર દેહાન્ત શિક્ષા તારે ટાળી દેવી. જે તને આ પસંદ ન હોય અને તું તારી જીદ્દી સ્વભાવ નજ છોડવા માગતા હોય તે પછી મારા જેવો ખરાબ માણસ દુનિયામાં બીજો કોઈ નથી, એ તું ચોક્કસ માની લેજે.” વારૂજી, પણ તમે કરશે શું?” હું પ્રથમ તે તારા પ્રેમપંથમાં હરીફ થઈશ અને ગમે તેમ કરી તારું જીવન હરી લઈશ, મારા ગુસ્સાની સામે લલિત ! તું ટકી શકીશ નહિ, એ ધ્યાનમાં રાખજે.” લલિત કાંઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy