SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એમ કહી કુમાર ચંદ્રસિંહે તેને મારવા માટે હાથ ઉગામ્યોપણ તે ડોસીએ આખા જંગલને ગજાવી મૂકે અને કાનના પડદા ફાડી નાંખે તેવી ચીસ પાડીને એક કૂદકો મારી તે ગાઢ જંગલમાં અદ્રશ્ય થઈ ગઈ ! વ્હાલા વાંચક ! “એ ડોસી કોણ હતી ?” પ્રકરણ ૨ જું. અનાથ અબળા અને નિરાધાર બાળક સંધ્યાને સમય. આકાશમાં તારાઓ એક પછી એક ચમકવા લાગ્યા હતા. લક્ષાવધિ નક્ષત્ર સાથે–પિતાના શીતલ કીરણે વડે પ્રાણીમાત્રને આનંદ આપનાર–રજનીનાથ રહિણું સાથે તારાગણના મધ્યભાગમાં તરતમાંજ વિરાજમાન થયે હતો. તે ચંદ્રના ગોદાવરી નદીના સ્વચ્છ જળ પ્રવાહ ઉપર પડવાથી તે ઠેકાણે પ્રિરાશિજ બનાવી દીધી હાયની! એ ભાસ થતો હતો. તે ચંદ્રની તેજસ્વી અને શીતલ પ્રભા ગેદાવરીના કિનારા ઉપર વસેલા મન્દાર નગરની રાજધાનીના વૈભવને સૂચવતી હતી. રાજધાનીમાંના રમણીય અને ઉરચ ફાટિક શિલાના મિનારાઓ, ભવ્ય ભુવનનાં ગગનચુંબી શિખરો અને દેવાલયનાં ઉચ્ચતર સુવર્ણચ્છાદિત શિખરો ચંદ્રની પ્રભા વડે આકાશપટલ પર ચમકનારા તારાઓની સાથે હરિફાઈ કરતાં હોયની, એમ લાગતું હતું. રાજધાનીમાંને શિલાઓથી બાંધેલો રાજ રસ્તે હજારે મનુષ્યની ગિરદીથી કોલાહલમય લાગતું હતું. ઠેક ઠેકાણે ફાટિક શિલાની નકસીદાર જેવા જેવી કમાને અને રસ્તાની આજુબાજુએ બેસાડેલાં રમણીય પુતળાંઓ, ચિત્રવિચિત્ર દીપકનાં પ્રકાશથી બહુજ મનહર દેખાતાં હતાં. રાજભવ અને સકલ એશ્વર્ય વિભૂષિત મન્દારનગર આ સમયે આનંદ દેવતાનું કીડાસ્થાન જ બની ગયું હતું. આવા સમયે તે નગરની પૂર્વદિશાએ આવેલા ગાઢ જંગલમાંથી એક પચીસ ત્રીસ વર્ષની સ્ત્રી બે વર્ષના એક નાનકડા નિદ્રાધીન એલા બાલકને લઈને નદીના કિનારા ઉપર ફરતી હતી. તેનું શરીર ધૂળથી ભરાએલું હતું અને તે બહુજ થાકી ગએલી સાતી હતી. તેના દેખાવ ઉપરથી લાગતું હતું કે તેણે બહુજ પૂરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy