SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ વિરુદ્ધ મારે કાંઈ પણ બેલિવું જ ન જોઈએ અને તે હું સારી રીતે જા છું છતાં દીવાની જેમ સામે દેખાતા પદાર્થ તરફ-વાત તરફ-ધ્યાનજ ન આપવું એ સારું નથી. સરદાર ! હમણું આપની ઉપર બહુજ વિક. પ્રસંગ આવ્યો છે, આપ ના પુત્રના ખૂનથી બહુજ દુઃખી થઈ ગયા છે, તમારા તે દુઃખમાં વધારે ન થાય, એવી મારી તરિક છે. હું આપને ફરી કહું છું કે આપ આ બાબતમાં .. પણે પુખ્ત વિચાર કરીને પગલું ભરજે.” એમ કહી તે ચારણ ! થઈ ગયો અને તેણે કહેલી બાબતમાં સરદાર સજજનસિંહ વિચાર કરવા લાગે. પ્રકરણ ૨૪ મું. હાય! મારૂં મૃત્યુ પાસે આવ્યું ! ” અર્ધી રાત થઈ હતી. સંસારમાં સર્વત્ર ઘોર અંધકાર છવા ગયે હતે. કિલ્લાની ચારે તરફ લતા ગુલ્મથી વિંટાએલા ગાઢ જે. ગલમાં અને તેની પાસે આવેલા પર્વતમાં-આકાશની સાથે હરિફાઈ કરનારા ઉંચા અને વિશાળ-પૂર્વદિશાએ આવેલા પર્વતમાં-પરિપૂર્ણપણે શાન્તતા અને સ્પામતા છવાઈ ગઈ હતી. ધીમે ધીમે શિલ શિખરો ઉપરના આકાશમાં કાળાં વાદળાં એકઠાં થવા લાગ્યાં. થોડી વારમાં જ સુસવાટા કરતે પવન વહેવા લાગ્યો. હવે એક ઘડીમાંજ ભયંકર વાદળાંઓનું તેફાન થશે એમ જણાય ન જણાય તેટલામાં તે મેધતી ગર્જનાને પ્રારંભ થયો. તમામ પર્વતમાં મેઘની ગર્જનાના ભયંકર પડઘા પડવા લાગ્યા. વચમાં વચમાં વીજળી ચમકવા લાગી. હમણાં સુધી ગભીરતા પૂર્વક પર્વતમાંથી વહેતા નાના મોટા જળપ્રવાહે હવે ખળખળ અવાજ કરવા લાગ્યા. પહાડમાંના મોટા મેટા પાષાણે વીજળીને પ્રકાશ પડતાંજ ચિત્રવિચિત્ર ભયંકર અને ભત્પાદક આકૃતિઓ જેવા લાગતા. થોડા જ વખતમાં વાદળાંઓના તેફાનની શરૂઆત થઈ. આકાશમંડળ હમણાં જ તુટી પડશે કે શું, એવી મેઘની ગર્જના ગડગડાટ શરૂ થયો અને બહુજ ભયાનક ગાજવીજ થઈને મૂસળધાર વરસાદ વરસવા લાગ્યો. પવન એવા છે જેથી વહેવ લાગે કે જેથી અસંખ્ય વૃક્ષો તુટી પડ્યા કેટલાક જડમૂળમાંથી ઉખડી ગયા. જાણે તેઓ મેઘગર્જનાથી ભયભીત થઈ શરણે આ વેલાની જેમ વારંવાર મસ્તક નમાવી સાષ્ટાંગ નમસ્કારજ કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy