SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સવાલ સાથે બેસી ચર્ચવાને યાને તેને તોડ લાવવાને ઉમંગ હોય. વાત પણ દીવા જેવી છે કે દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યમાં મમત્વ કે મતફેર હોઈ શકે પણ કેમ ? વર્તમાન વ્યવસ્થાપકેની એક મંડળી આ કાર્ય હાથમાં લે તે ટુંક સમયમાંજ દેવાલયની સ્થિતિમાં સારી સુધારણા થાય, દેવદ્રવ્યના લુણામાંથી સહેજે બચી જવાય, દ્રવ્યની વ્યવસ્થા ઠીક જળવાય અને ઓછા ખરચે સારું કાર્ય દેખાડી શકાય. વિશેષમાં યાત્રાળુ વર્ગ તરફથી ઘટતી સહાય પણ મળી શકે. અરે એક દહેરાની વધારે પડતી રકમમાંથી બીજાનો જીર્ણોદ્ધાર કરાવી હફતેથી એ રકમ વસુલ લેવાય અને આશાતના ટાળી શકાય. આપનારને પણ એક સંસ્થા હસ્તકના ચોખવટ ભર્યો હિસાબ જેઈ આપવાનું મન થાય. માણસના પગાર પણ સંસ્થાને ભારે ન પડે. આ વાતને પરિસ્થિતિ જોતાં અશક્ય માનીને જ ભાવિ સ્વમ તરિકે ઉલ્લેખી છે. છતાં કેટલાંયે સ્વપ્નો ખરાં પડ્યાં છે તેમ આ પણ ખરું પડે તે ખંભાતના સંધ માટે અને લેખક માટે ગૌરવનો વિષય ગણાય. - ખંભાત સબંધેનો ભાગ્યો તૂટયે, વા મલ્યો તે અગર મારી મતિ પ્રમાણે ગૌરવ ભર્યો ઇતિહાસ અહીં સંપૂર્ણ થાય છે. મોટા ભાગે એનું ભૂતકાલીન ગૌરવ બાદ કરીએ તો ઘણી ખરી બાબતો જેન સમાજને લગતી જ છે. લેખક જૈન હોવાથી હેતુ પણ તેજ કલ્પેલે. યાત્રાળુઓને પ્રાચીન તીર્થ સ્થંભણપુરની યાત્રા સરળતાપૂર્વક થઈ શકે એ મુદ્દા પર ધ્યાન રાખી, આ લધુ પુસ્તિકાની યોજના કરી છે. વિશેષમાં ભૂતકાળને આ ગૌરવભર્યો ઇતિહાસ વાંચી વર્તમાનકાળની જ્ઞાતિઓ અને તેના આગેવાને ઐક્યતાના ફળ આંકી ભવિષ્યમાં સંધની સ્થિતિ સુધરે તેવાં પગલાં સારૂ કોમળહૃદયી બનો એ પ્રભુ પ્રતિ પ્રાર્થના. સર્વ યુવાન વર્ગને સંકુચિત વિચારશ્રેણિમાંથી નિકળી જઇ દેશકાળ અનુસાર કામ કરવા મંડી જવા વિનંતી છે. ઓ શાંન્તિ. Shree Sudharmaswami Gyanbhandarrumarat surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy