SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ છે, જે જીરાલાપાડામાં રહે છે. ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ જીનનું ચિત્ર રજુ કરતો પટ આ દહેરે છે. ખાંચા સામે જે ખાંચો છે તેમાં નં. ૨૦-૨૧ વાળા સંભવનાથ અને મુનિસુવ્રત સ્વામીના દહેરાઓ સામ સામે આવેલાં છે. તેનો વહીવટ ચુનીલાલ ખીમચંદ અને ગપુરભાઈ જીણાભાઈ હસ્તક અનુક્રમે છે, જેઓ ત્યાં જ વસે છે. પાછા ફરી માણેકચોકના માર્ગે કદમ ભરતાં એક વિશાળ ચોતરા નજીક આવીએ છીએ. એ ચકલું તે માણેકચોક. એ પુન્યશીળા ભૂમિના યશોગાન શ્રાવકકવિ રૂષભદાસે પોતાના રાસાઓમાં વિવિધ રૂપે ગાયા છે. આજે તો એ ભીમે નથી અને એ ગદાએ નથી અર્થાત્ કાળે કરાળ અંતર પાડયું છે. છતાં વીશી પર એ ચરાનું મહત્વ કેવું હતું તે યાજકે નજરે નિહાળ્યું છે તેથી ખાત્રી પૂર્વક કહી શકે છે કે કવિશ્રીના વર્ણનમાં અતિશયોકિત કરતાં સત્યની છાયા વધુ છે. પોળમાં પ્રવેશતાં ડાબા હાથે આદિવરજીનું નં. ૨૨ વાળું દહેરું આવે છે, જેને વહીવટ નં. ૧૯ વાળા ઝવેરી હસ્તક છે. ત્યાંથી આગળ જતાં બાંધણમાં નવિન ભાત પાડતું અને થોડા સમય પૂર્વે જેને જીર્ણોદ્ધાર થતાં રૂપરંગમાં નવિનતા ધરતું અને જેને માટે ઐતિહાસિક નેંધે છે એવું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેવાલય યાને આદિશ્વરજીનું ભોંયરું નયનપથમાં આવે છે. કવિવર રૂષભદાસની પોળનું આ પ્રાચીન જીનાલય. એક કાળે જ્યાં રવિના કિરણ મહામુશ્કેલીમાં પ્રવેશતાં અને પગથી ઉતરતાં અંધારાને લઈ પગ ખસવાની ધાસ્તી રહેતી ત્યાં આજે બાળક પણ સુખે સંચરી શ્રી શત્રુંજ્યના દાદા સમા વિશાળ એવા શ્રી આદિજીનના બિંબની ઉછળતા હડે સ્તુતિ કરી શકે છે. મનમાં આશ્ચર્ય ઉદ્દભવે છે કે આવી મેટી મૂર્તિને ભેંયરામાં શી રીતે સ્થાપના કરી હશે! ઉપરના ભાગ પર એક સમયે શીર્ણ વિશણતા સિવાય અન્ય કંઈ નજરે ન પડતું ત્યાં આજે તો ચિંતામણી પાર્શ્વનાથની તેજસ્વી મુદ્રા હાસ્ય ન કરતી હેય એવો સ્પષ્ટ ભાસ થાય છે. આ દહેરાં સબંધમાં તિહાસ નીચે પ્રમાણે બોલે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy