SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ 6 નિહાળતી અનુપમ સદગત શ્રી ગૌતમની સાધદશાની મૂર્તિ નિહાળતાં શ્રી વીર ગૌતમને સમય નયન સન્મુખ તરવરે છે. ગુરૂ શિષ્ય વચ્ચેની અનુપમ પ્રીતિ-ભક્તિ સ્મૃતિપટમાં તાજી થાય છે. દિવાલ પર લટકાવેલા કમિટિના સદ્દગત ઉપપ્રમુખ રે. કસ્તુરચંદ દીપચંદ ચોકસીના શાંતિસ્નાત્ર વખતે તૈયાર કરાયેલા તખ્તાઓમાંના જેન સિદ્ધાંતમાંથી તારવી કાઢેલા મુદ્રાલેખો સૌનું ધ્યાન ખેંચે છે. કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે, તેમજ નવિન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીર સ્વામીનું અને ચોકસીની પિળમાંની વાવમાંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેને અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.ભાવના વેળાએ સંગીતનું કાર્ય કરનાર જૈન સુબોધક મંડળી ની સ્થાપના પણ આજ દહેરે થયેલી, તેના ઉમંગી કાર્યવાહકેના અવશાનથી આજે તેનું અસ્તિત્વ નથી; છતાં ભૂતકાળમાં તેનું ગૌરવ આસપાસના માતર, સહેલાવ, લુણાવાડા ૧૦ ગામોમાં પ્રસરેલું તે ભૂલાય તેમ નથી. પયુંપણ પછીના વરઘોડામાં જે રાસ ગુંથાય છે તે પહેલ તેની જ છે. સાથેના વંડામાં શેત્રુંજયના પટ રખાય છે, ચૈત્ય વ્ય૦ કમિટિના ઉપકરણો પણ હાલ ત્યાં રખાતા હોવાથી એ તેના કાર્યાલયનું સ્થાન છે. નજીકમાં જગવલ્લાભ પાર્શ્વનાથના પ્રાચીન દહેરાની જગ્યા છે. આ દહેરાસરનો વહીવટ ચોકસી દીપચંદ ડાહ્યાભાઈ કરે છે જે ચોકસીની પિળમાં વિમળનાથના દહેરા આગળ રહે છે. અહીંથી પાછા ફરી ચોકસીની પિોળની નજીક આવેલા પથ્થરથી બંધાયેલા શ્રી શાંતિનાથના નાનકડા દહેરે દર્શન કરવા. એનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૧ ની સાલમાં થયું છે તેની સંભાળ શા. પિચાભાઈ છગનલાલ રાખે છે જે સામેના ઘરમાં જ રહે છે. ચોકસીની પોળ સબંધે મળી આવતી ધ નીચે પ્રમાણે છે-- Shree Sudhસ ૧૪૯૧ વર્ષ ફાગણ વદી ૫ ના દિને શ્રીમાળજ્ઞાતીય મહાન Www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy