SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયહીરસૂરિજીના પરમ ભક્ત હતા; તેમણે પાંચ મહાન જિનાલય બધાવ્યાં હતાં; એક ખંભાતમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું, એક નેજા (ખંભાત નજીકના ગામડા) માં શ્રી ઋષભ દેવનું અને વરડેલામાં (ખંભાત પાસે) શ્રી. કરેડા પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથના બે અને એક બીજું. સંઘવી ઉદયકરણ શ્રી વિજયહીરસૂરિને પરમ શ્રદ્ધાળુ શ્રાવક હતિ, સૂરિજીના સ્વર્ગવાસ પછી તરત જ શ્રી શત્રુજ્ય તીર્થ પર તેમના પગલાંની સ્થાપના શ્રી ઋષભદેવ ભગવાનના પશ્ચિમે નાના મંદિરમાં તેણે કરી હતી. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજયજી અને પંડિત ધનવિજયજની વિદ્યમાનતામાં થઈ હતી. તપગચ્છમાં વિ. સં ૧૬૭૧-૨ મા ૬૦ મા પટ્ટધર શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિએ તેમને ધર્મસાગરજી ઉપાધ્યાય બાબત જે સૂચના આપી હતી તે સૂચનાને ભંગ કરવા તેમને ખાનગીમાં ધર્મસાગરજી પર ચીઠ્ઠી લખી વિચાર જણાવ્ય. બન્ને સંસારીપણુના સંગી હતા. અમદાવાદથી લખેલી ચીઠ્ઠી ધર્મસાગરઅને ખંભાત મુકામે બીડી છતાં ભવિતવ્યતાને લઈ એ ચીઠ્ઠી શ્રી વિજયસેનસૂરિના હાથમાં આપી. પોતે આખર સ્થિતિમાં હતા છતાં શ્રી વિજયદેવસૂરિને સમજાવવા આઠ ઉપાધ્યાયને મોકલ્યા. છતાં તેમને ન માનવાથી તિલકવિજયજીને સૂરિપદે સ્થાપ્યા. શ્રાવક કવિ ઋષભદાસ ખંભાતના હતા અને સત્તરમા સૈકામાં વિદ્યમાન હતા. પાગવાટ (પરવાડ) વંશમાં મહિરાજ થયા; તેમના પુત્ર સાંગણ જે સંઘવી હતા. તેમની ભાર્યાનું નામ સરૂપાદે હતું. તેમને બે પુત્ર થયા. ઋષભ અને વિક્રમ. બને કવિઓ હતા. વિક્રમે નેમિદૂત કાવ્ય મેઘદૂતની સમસ્યા પૂર્તિ તરીકે રચ્યું. જેની ભાષા અલંકારિક અને મધુર છે. • આ કાવ્યના કર્તા બીજા કોઈ વિક્રમ હોય એમ સંભવે છે. જુઓ. Shઆ દ કાવ્ય મહાદેષિ, મક્લિક કરી પ્રસ્તાવનાww.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy