SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગામ આગળ ખાડો ખોદતાં નવું ધન પણ તેમને પ્રાપ્ત થયું. તેજપાળની પત્ની અનુપમાદેવીએ આ સર્વ સંપત્તિ શત્રુજ્ય, ગિરનાર અને અબુદાચલ પર ખર્ચવાની સૂચના કરી. બન્ને ભાઈઓએ એ સૂચના પ્રમાણે અમલ પણ કર્યો. અબુદાચલના ભવ્ય કોતરકામની સાથે જેમ વસ્તુપાળ અને તેજપાળનાં નામ અમર છે તેમ સૂચના કરવામાં અને કારીગરેની સગવડ સાચવવાની યુક્તિ બતાવી અમલમાં મૂકાવનાર એ અજોડ દેવાલયની રચનાના ઇતિહાસમાં અનુપમાદેવીનું નામ પણ અમર છે. (ઈ. સ. ૧૨૭૫) કરણ વાઘેલા પર વિજ્ય મેળવી અલફખાન અને નસરતખાન ખંભાત લુંટવા ગયા અને ઘણું લુંટ મેળવી. (ઈ.સ. ૧૩૦૦) તે વખતે ખંભાત વેપારીઓથી વસેલું અને સ્મૃદ્ધિસંપન્ન હતું. નસરતખાને અહીંથી એક વેપારીના દેખાવડા ગુલામને પકડયો અને અલ્લાઉદ્દીનને ભેટ કર્યો. તે ગુલામ એ મલેક કાપુર અને અલ્લાઉદ્દીનનું પ્રીતિપાત્ર, પરિણામે એ માનીતે સરદાર પણ બન્યો અને રાજગાદી પણ પચાવી પડે. ખંભાતને પ્રાચીન વેપાર દશમી સદીમાં ખંભાત વેપારનું મોટું મથક હતું, તે વખતે સાં નાળીયેર, કેરી, લીંબુ, ભાત (ચેખા), અને મધ ઘણું થતાં; ચામડાના પણ અનેક ઘાટ બનાવાતાં અને તેમાં ખંભાતની મોજડી એક પંકાતી વસ્તુ હતી. ખંભાતના વેપારીઓમાં આરબ અને ઇરાની વેપારીઓ પણ હતા, તેઓએ ત્યાં મજીદ બંધાવી હતી અને તેઓ હિન્દુ રાજાના છત્રતળે નિર્ભયપણે રહેતા અને વેપાર પણ કરતા. અગિયારમી સદીમાં કચ્છ અને સેમિનાથના ચાંચાઓના અરબી સામુદ્રમાં ત્રાસને પરિણામે ખંભાતનો વેપાર વધુ સતેજ હતો. આસન
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy