SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાગ્રહણ કરી હોય, જે સ્થાને વિહર્યા હોય, જે સ્થાને કૈવલ્યસંપત્તિ પ્રાપ્ત કરી હોય, જે સ્થાને મેક્ષસંપત્તિ હસ્તગત કરી હેય, એ મહાનુભાવના હૃદયમાં અનુભવાતી અનુપમ સમતાભાવનાના પ્રતાપે જે સ્થાનના પરમાણુઓમાં સાત્વિક શિતળતા ઓતપ્રોત થઈ રહી હોય, જે સ્થાનની કુદરતી આકર્ષણશક્તિ અને નિવૃત્તિપ્રધાનતાથી પ્રેરાઈને અનેક સાધુ આત્માઓએ અનશન કરી કાયમને માટે જડ–પુદ્ગલના રસને તિલાંજલિ દઈ આત્મસાક્ષાત્કાર અનુભવ્યો હોય એ સર્વ ભૂમિઓ તીર્થભૂમિ યા દ્રવ્યતીર્થ છે. બીજી દષ્ટિએ વિચારીયે તે અરિહન્ત એ જંગમ તીર્થ છે, જ્યારે તીર્થભૂમિ એ સ્થાવર તીર્થ છે. એ દરેકની ભાવપૂર્વક સેવા એ આત્મકલ્યાણપ્રદ છે. આવા સ્થાવર તીર્થોના મહાસ્યથી પ્રેરાઈ, પૂર્ણતા અનુભવનાર મહાન નરપુંગની મૂર્તિ યા પાદુકાની સ્થાપના કરી હોય છે અને સુરિમંત્ર પ્રાપ્ત કરનાર પ્રાભાવિક સંતના હસ્તે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠાનવિધિ પણ થઈ હોય છે; આ કારણે ત્યાંના વાતાવરણ એટલાં નિર્મળ, પવિત્ર, પૂનિત અને શાન્તિપ્રદાન હોય છે કે ત્યાં પહોંચી ગયેલ આત્મા ગમે તેવા સંસારતાપથી તપ્ત હોય, પાપી હય, અસંયમી હોય, તે પણ તેવાને પણ રૂંવે રૂંવે તેની અસર અભ્યાધિક પ્રમાણમાં થાય છે. તે પ્રસંગે તે મહાન નરપુંગવોએ અનુભવેલ આત્મસંપત્તિ રૂ૫ ઉચ્ચ-મહાન જીવનની સ્મૃતિ તેને આત્મામાં ડોકિયાં કરવા પ્રેરણું આપે છે, પરિણામે તે પશ્ચાતાપ રૂપ પાવકજવાળાથી પવિત્ર બને છે. આ વસ્તુસ્થિતિ અનુભવગમ્ય છે. “જિન પરિમા જિન સારિખી,” એ આગમવચનમાં શ્રદ્ધા રાખી જિનેશ્વરના પદપંકજમાં લીન બનનાર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે; તેજ પ્રકારે છેવો આવા સ્થાનોમાં પૂર્ણ આત્માની શાનિતને પણ અનુભવ મેળવી શકે. આવા અનુભવનો મુખ્ય આધાર ધ્યાનની Shએકાગ્રતા અને ભાવની પ્રબળતા પર છે. www.umc T - E અળત Shree Sudharmaswami Gyandhafidar-OM www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy