SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કાબલાય. યથા. ચારથી પણ કરવામાં આવે એ પણ પરિવૃત્તિ છે. ઉપચરિતનું આ પ્રમાણે ઉદાહરણ છે. સુરપુર ગયે જટાયુ, એચ એહને કર શી રીતે, વ્યય કરી જર્જર વધુને, શશિસમ લીધી ત કીર્તિ પ્રીતે. આહીં વાસ્તવ પલટાવવું નથી. એથી ઉપચરિત અર્થાત્ આ પલટાવવું આરોપિત છે. યથા. રામરાજમાં કીડ તુજ કરિવર, મદ સુગંધમય કરે સલિલવર, સર પંકજ પરાગ પરિમલયુત, કરિ કપોલ સ્થલ કરે શરદઋતુ. આહીં કરી (હાથી) મદદ્વારા સરોવરને સુગંધ દે છે, અથવા સરોવર કમલવડે સુગંધ દે છે. અમારા મતથી આ કિચિત્ વિલક્ષણતા અલંકારાન્તરની સાધક નથી. અન્યોન્યમાંજ આને અન્તર્ભાવ થ ચગ્ય છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – व्यत्ययो वस्तुनोर्यस्तु यो वा विनिमयः मिथः । परिवृत्तिरिहोक्ता सा काव्यालंकार लक्षणे ॥ વસ્તુને અત્યય અથવા અદલાબદલી થવી અર્થાત્ પરસ્પર વિનિમય કે પ્રતિદાનને કાવ્યાલંકાર શાસ્ત્રમાં પરિત્તિ કહે છે. આમાં એ ભેદ છે કે સ્વતઃ અદલબદલ થવું અને ચાહથી કરીને અદલ બદલ કરવું. જેમકે “તે મુજબલ ભૂભૂતતણે” ઈત્યાદિ ઉદાહરણ ચાહથી કરીને અદલાબદલી કરવાનું છે. સ્વતઃ અદલાબદલી થઈ જવાનું ઉદાહરણ આ પ્રમાણે છે. યથા. વિણ શ્રી કૈરવ બને, બને શ્રીયુત પંકજ વર; મુદ ઉલૂક ત્યાગતાં, ચકારો નાચિત મુદભર. ચન્દ્ર અસ્ત પામતે, ઉદય પામી રવિ શોભે, વિધિ વિચિત્ર કૃતિ જોઈ, સુજ્ઞ જનનાં મન ક્ષેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy