SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ વિષમ ૨ કર્તાને ક્રિયાના ફલની અપ્રાપ્તિજ નથી. પરંતુ અનર્થ અર્થાત્ અનિષ્ટની પણ પ્રાપ્તિ થાય એ દ્વિતીય વિષ કહેવાય છે. ૩ કાર્યની ગુણક્રિયાઓ સાથે કારણની ગુણક્રિયાઓને વિરોધ मे तृतिय विषम. પ્રથમ લક્ષણુનુસાર પૂર્વોક્ત ઉદાહરણ છે. દ્વિતીય લક્ષણનું સાર આ ઉદાહરણ છે – - યથા ડરી સિંહણસુતથી ગયું, શશક શશિની પાસ; અન્ય સિંહસુત કરી ગયે, ગ્રહીં આશ્રયસહ ગ્રાસ. આહીં સિંહણસુતથી ડરતું શશક શશિને શરણુ ગયું, તેથી શશકને શરણ મળવાની અપ્રાપ્તિ માત્રજ નથી થઈ, કિન્તુ એમાં સિં. હસુતથી અર્થાત્ રાહુથી ગળાયે. આ અનર્થની પણ પ્રાપ્તિ થઈ. રત્નાકરકાર આના બે પ્રકાર માનીને આ લક્ષણ આપે છે – अर्थानर्थपदे तदन्यस्योत्पत्तिविषमम् । અર્થ અને અનર્થના સ્થાનમાં એથી અન્યની ઉત્પત્તિ અર્થાત અર્થથી અનર્થ અને અનર્થથી અર્થની ઉત્પત્તિ એ વિષમ અર્જા. યથા. કાપે કરંડ મેષકે, ઉરમાં ધરીને ભક્ષત આશ; અંદર રહેલ અહિએ, ગ્રહી તેહને તુર્ત કર્યો ગ્રાસ. આહીં મૂષકના અર્થના યત્નમાં અનર્થની ઉત્પત્તિ થઈ છે. યથા મટયું રાહુશિર છેદતાં, ઉદરભરણદુઃખ સર્વ; • આહીં રાહુના શિરછેદનરૂપ અનર્થમાં પ્રવૃત્ત વિષણુના ચક્રથી રાહના ઉદરભરણ દુઃખનિવૃત્તિરૂપ અર્થની ઉત્પત્તિ થઈ છે. તૃતીય લક્ષણનું. આ ઉદાહરણ છે – - યથા, ખ શ્યામ શ્રી રામનું પ્રકટ કરે યશ વેત; આહીં કારણ અને કાર્યના ગુણેને વિરોધ છે, કેમકે અસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat થા www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy