SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપક. ૫ જે ઉપમાનની સાથે ગુણાની સમતા જોઈને તત્ત્વ અર્થાત્ ઉપમાનના ધમ ઉપમેયમાં નિરૂપણ કરવામાં આવે અને રૂપ અલકાર કહે છે. વેદવ્યાસ ભગવાન અન્ય લક્ષણ આ રીતે લખે છે:~ उपमैव तिरोभूतभेदा रूपकमेव वा । વા અથવા છુપાએલ ભેદવાળી ઉપમાજ રૂપક છે. આહીં વા કારથી આ વિવક્ષા છે કે પ્રથમ કહ્યું એ રૂપકનું લક્ષણ છે અથવા આ રૂપકનું લક્ષણ છે. કાવ્યપ્રકાશગતકારિકાર આ પ્રમાણે લખે છેઃ— तद्रूपकमभेदो य उपमानोपमेययोः જે ઉપમાન અને ઉપમેયના અભેદ એ પ રત્નાકરકાર આ પ્રમાણે લખે છેઃ— “ આરોપો વમ્ ” જે આરોપ છે તે રૂપક છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે:— अभेदप्राधान्य आरोप आरोपविषयानपन्हवे रूपकम् ॥ જે આરાપમાં અભેદ પ્રધાન હોય અને આરોપના વિષયનુ અપુત્ર ન હોય એ પ. ચક્રવતી આ પ્રમાણે લખે છેઃ— विषय्याकारमारोप्य विषयस्थगनं यदा । रूपकं तु भवेत्तत्र रञ्जनेन समन्वयात् ॥ જ્યારે વિષયીના આકારના આરોપ કરીને વિષયનું સ્થગન અર્થાત્ આચ્છાદન કરવામાં આવે ત્યારે ત્યાં રંજન અર્થાત્ રગવાની સાથે સમન્વયાત્ અર્થાત્ સમાનતાથી રૂપક થશે. આચાર્ય ઈંડી આ પ્રમાણે લખે છેઃ— उपमैव तिरोभूतभेदा रूपकमुच्यते । જેમાં ભેદ છુપાએલ છે એવી ઉપમાંજ રૂપક છે. મહારાજા ભાજ આ પ્રમાણે લખે છેઃ— - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy