SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર, પ્રભાતમાં ધીમે ધીમે ચાલતાં શિશુના પદ, અલક્તના પ્રતિબિમ્બે રક્ત નિરધારીએ. દૂર થકી દારિમનાં બીજકેરી બુદ્ધિ વડે, કેલિશુક ખેંચે જોઈ વારવાર વારીએ. મહારાજા ભેજ ! તારા પંડિતેના મન્દિરોમાં, તેના ત્યાગજન્ય લીલા ધન્ય અમે ધારીએ. અહીં ધનના આધિકયમાં પર્યવસાન કરેલ છે. કાવ્યપ્રકાશમાં અન્ય ઉદાત્તનું આ લક્ષણ આપે છે. “માઁ રોપણ મોટાઓનું ઉપલક્ષણ અર્થાત અંગભાગ એ વાત અલંકાર. યથા. એ આ વન દશરથવચન-પાલન વ્યસની રામ; વસ્યા સુકેવલ બાહુબલ, રાક્ષસ હણ્યા તમામ. આહીં મહતુ પુરૂષ રામચન્દ્ર વર્ણનીય અંગી અને દંડક વન એનું અંગ છે. સર્વસ્વકાર પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ આપે છે – संभाव्यमानविभूतियुक्तस्य वस्तुनो वर्णनं । कविप्रतिभोत्यापितमैश्वर्यलक्षणमुदात्तम् ।। સંભવતિ એવી વિભૂતિયુક્ત વસ્તુનું કવિપ્રતિભાથી ઉઠાવેલ ઐશ્વર્યવિષયક વર્ણન એ ઉદાત્ત અલંકાર છે. સર્વસ્વકાર દ્વિતીય ઉદાત્તનું આ લક્ષણ આપે છે – अङ्गभूतमहापुरुषचरितं चोदात्तम् ।। અંગભૂત મહાપુરૂષનું ચરિત પણ ઉદાત્ત અલંકાર છે. સાહિત્યદર્પણમાં પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ છે. लोकातिशयसंपत्तिवर्णनोदात्तमुच्यते ॥ અલૌકિક સંપત્તિનું વર્ણન “ઉદાસ” કહેવાય છે. ૩ણાપી. જશવંત ભૂષણકાર” આ પ્રમાણે લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy