SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ લીધે ઉપેક્ષા, રાજાના સંસ્કૃત ભાષા ભણનારને ઉત્તેજન દેવામાં અનાદર, ઈંગ્લીશ વગેરે બીજી ભાષા ભણવામાં વળગી જવું; ઇત્યાદિક પ્રતિબંધકકલાપને લીધે લેાકેાનું સંસ્કૃત ભાષાના અધ્યયન તરફ્ દુર્લક્ષ્ય થવાથી ખરેખરી લોકેાની અવતિને ભૂલથી સંસ્કૃત ભાષાની અવનતિ કહીએ છઇએ. આ સમયમાં સાહિત્યવિજ્ઞાન તદ્દન વિરલ વિચાર જણાંવા લાગ્યું. કેટલાએક તેા અનાદિ અને અનંત એવી સંસ્કૃત ભાષાને ( Dead language ) મૃત ભાષા કહેવા મડી પડ્યા છે. આ તેએનું સંસ્કૃત ભાષાવિષયક અજ્ઞાન અને પેાતાની અસમજનું જ પરિણામ છે. યદ્યપિ વર્તમાન કૈલવણીક્રમમાં સંસ્કૃત ભાષાને સ્થાન મળ્યું છે. પણ ભણાવવાનાં પુસ્તકાના તથા ભણાવવાની પદ્ધતિના ચોગ્ય ક્રમને અભાવે યચેષ્ટ ફળ નથી દેખાતું તાપિ સંસ્કૃત ભાષાજ્ઞાનની લાકામાં જાગૃતિ થતાં ભાષાનું ગૌરવ સમળવા લાગ્યું છે એટલે હવે થાડાજ કાલમાં બનારસ હિન્દુયુનીવર્સિટી જેવી સંસ્થાએ ઉપર કહેલા વૈગુણ્યના પરહાર કરશે જેથી સંસ્કૃત ભાષા ઉપરથી ‘ મૃતભાષા ’ વગેરે મિથ્યા કલંક ખસી જઇ તેનું સૌભાગ્ય, ગાંભી, મહત્તા, માધુર્ય, વ્યાપકતા, સ વ્યવહાર સમતા અને દિવ્યતા ત્યાદિક સર્વ ગુણા લોકોના હૃદયમાં સ્પષ્ટ અનુભવગાચર થશે એમ આશા રખાય છે. યદ્યપિ ભાષાંતરા થતાં કેટલાએક શાસ્ત્રીય વિષયે લોકાને સુલભ થયા મનાય છે પણ શાસ્ત્રીય વિષયેાની વિશિષ્ઠતા કેટલેક અંશે ભાષાંતરથી દર્શાવવાને અશક્ય હોય છે. એથી તેવાં ભાષાંતરા પણ કોઇ તદભિન ગુરૂ પાસે ભણાય ત્યારેજ તેનુ યથાર્થ તાત્પ સમજી શકાય છે. વખતે ભાષાંતરકાર વિદેશી હાય તો મૂલ ગ્રન્થના ગૌરવને ઘણીજ હાનિ પહોંચાડે છે. શ્રીમદ્દભગવદ્ગીતાનું ઉર્દૂવભાષાંતર થયું છે તેમાં ‘શ્રી મળવાનુવાર’ એનું ભાષાંતર લખતાં · આલી જીનામ સીસિન બેલે કિ એ મિયાં અર્જુન ! ' આવાં વાકય વાંચીને શ્રીકૃષ્ણ તથા શ્રીનરાવતાર અર્જુન બન્નેની ભાષાંતરાએ કરેલી દશાનું ભાન થાય છે. 6 દરેક ભાષામાં કંઇને કઇં વિશિષ્ટતા હોય છે કે તેના અમુક શબ્દો અથવા ખાસ પ્રયોગો (Idioms) બીજી ભાષામાં પરાવૃત્ત ન થઇ શકે તેવા (Intrans latable ) હોય છે તથાપિ અભિજ્ઞ માર્મિક અને જે ભાષામાં શાસ્ત્રીય વિષયનું પરાવર્તન ( ઊલથા ) કરવાના હાય તે ભાષા ઉપર સારી સત્તા ધરાવનાર વિદ્વાન મૂલ ગ્રન્થનું સ્વારસ્ય જાળવવા પોતાથી બનતુ ં કરી તેવે સ્થલે ટીકા ટિપ્પણ ( Notes ) વગેરેથી સ્પષ્ટતા ( Explanation ) કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy