SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ शब्दशक्त्युद्भवध्वनिभेद. શબ્દ શકિતથી પ્રકટ થતી ધ્વનિ બે પ્રકારની છે, વ નિ અને અજાપર, વસ્તુ. જ્યાં અલંકારથી ભિન્ન સીધો અર્થ પ્રકટ થાય એ જ शब्दशकिज वस्तुध्वनि. યથા. પહાડી ગામ અમારૂં, ભવ્ય ભુવન નથી નથી ચતુર કેઈ; રસિક પથિક રહે રાત્રિ, જાહિર ગાઢ પર આ જોઈ. આમાં એક અર્થ સીધો છે કે પધર-વાદળાં ગાઢ ચડી આવ્યાં છે. જે વર્ષાને ભય રાખતા હો તે રાત્રિ રહો. બીજા અર્થમાં નાયકા સ્વયંધ્રુતિકા સૂચવે છે કે અહીં શય્યા આદિ સામગ્રી નથી, સારાં ભુવન નથી, તેમ હું વિશેષ ચતુર પણ નથી છતાં આ ગાઢ પધરને જોઈ મારી યુવા ઉપર આસક્ત થતા હો તે અહીં રાત્રિ નિર્ગમન કરે. આમાં પાધર શબ્દને બદલે અકે વારિવાહ દાખલ કરીએ તો ઈષ્ટ અર્થની હાનિ થાય છે, માટે શબ્દશક્તિ, અને નાયકાએ પોતપોતાનું દૂતત્વ કર્યું એ વસ્તુથી વસ્તુવનિ. शब्दशक्तिज अलंकारध्वनि. યથા. હાટ કપાટ રૂપાળા, મનહર મહિષી જોઉં છું જ્યાંહ, શેર અને ગજ સાથે, સાચવી રાખે શાહ પાતશાહ. અર્થ-હાટ (દુકાન) અને કપાટ (સામાન રાખવાના કપાટ) રૂપાળા છે. તેમજ મનને હરણ કરે એવી મહિલી (ભેસે) જ્યાં જોઉં છું. શેર (ચાળીશ રૂપીઆભારનું વજન) અને ગજ (કપડાં માપવાનું ચવીશ આંગુલનું માપ) સાથે સાચવી રાખે છે એ શાહ (વેપારી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy