SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ૧૩ જનની અસ્થિરતાનું ચિત્ર આલેખે છે. જ્યારે આ પ્રમાણે લાલચે બતાવવા છતાં જમાલિ પોતાના નિશ્ચયથી ડગતા નથી ત્યારે એમની માતા જૈન દીક્ષા એ કઈ બાલકને ખેલ નથી, એ તો લેખિંડના જવ ચાવવા જેવી અને રેતીને કેળિયો કરવા જેવી વાત છે એમ કહીને જૈન દીક્ષા પાળવી કેટલી કઠણ છે તેને નિર્દેશ કરે છે. એ ઉપરથી જમાલિ એવો ઉત્તર આપે છે કે જૈન દીક્ષા કાય માટે, નપુંસક માટે, વિયના કીડાઓ માટે અને -સામાન્ય જને માટે ભલે દુષ્કર હોય, પરંતુ ધીર, અભી અને ઉદ્યમી જનો માટે તો તે સુર છે અને તેથી હું એ દીક્ષાસુંદરી સાથે પાણિગ્રહણ કરીશ. અંતમાં જમાલિને તેમની માતા કચવાતે મને દીક્ષાની અનુજ્ઞા આપે છે. (૨) નાયાધમ્મકહા એ જૈનેનું છઠું અંગ છે અને એ શ્રીસુધર્મ સ્વામીની કૃતિ ગણાય છે. એમાંના પહેલા સુયફબંધના નવમા અઝયણમાં માકદિ સાર્થવાહના બે પુત્રાનો અધિકાર આવે છે. એમાંના એકનું નામ જિનપાલિત છે અને બીજાનું નામ જિનરક્ષિત છે. એ બંને ભાઈઓ રતનદીપની અધિષ્ઠાયિક દેવતાના પંજામાંથી નાસી છૂટવા માટે નીકળે છે તેવામાં અધવચ એ દેવી એ બે ભાઈઓને મળે છે. તે વખતે એ દેવી જિનરક્ષિતને ફેસલાવવા માટે કૃત્રિમ વિલાપ કરે છે. (૩) આ કૃતિ પજેસણુંકપમાંથી ઉદ્ધત કરાયેલી છે. એ ગ્રંથ પણ જૈનના આગમો પૈકી એક છે, અને એના રચનાર તરીકે શ્રુતકેવલી શ્રીભદ્રબાહસ્વામીને નિર્દેશ કરાય છે. આ આગમ પરચખાણ થવાય નામના નવમાં પૂર્વમાંથી ઉદ્ધરાયેલ અને દસાસુયખંધ નામના એક છેયસુત્તના આઠમા અઝયણ રૂપે યોજાયેલ મનાય છે. આ ઉપરથી એક રીતે એ શ્રીસુધર્મ સ્વામીની કૃતિ ગણાય એટલે કે એ લગભગ ૨૫૦૦ વર્ષ ૧ અત્યારે લોકે “જવ” ને બદલે “ચણા” શબ્દ વાપરતા સંભળાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034534
Book TitleKarunras Kadambakam
Original Sutra AuthorN/A
AuthorKasturvijay Gani
PublisherJivanbhai Chotalal Sanghvi
Publication Year1941
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy