SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સારું કુક્રાચાર્ય, દિન્નાગાચાર્ય, ધર્મપાલ, ધમકીર્તિ, ધર્મોત્તર, ભદન્તરિઅ, વસુબધુ શાન્તિરક્ષિત, અને શુભગુપ્ત વગેરે બેધર્મિઓ હતા. અજિતશા, ઉમાસ્વાતિજી, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદીજી, સમન્તભદ્ર સિદ્ધસેનદિવાકર, સંપદાસગણિ વગેરે આહંત દાર્શનિક હતા. વાસવદત્તા અને પ્રિયદર્શના તથા ઉપર બતાવેલ ગ્રન્થકારના કેટલાએક પ્રસ્થાને પણ ઉલ્લેખ છે. તેમણે ત્યવાસ સામે ઝુંબેશ ઉઠાવી હતી, અને તેમાં પણ ઘણી સુધારણા કરી હતી. પ્રો. હર્મન યાકોબીએ “રાપEણ દા'ની પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરિજી માટે લખ્યું છે કે “હરિભદ્ર તે શ્વેતામ્બરના સાહિત્યને પૂર્ણતાની ટોચે પહોંચાડ્યું. જો કે તેમના પ્રત્યે કેટલાક પ્રાકૃતમાં છે, પરંતુ ઘણખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સમ્પ્રદાયના પદાર્થો | ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણે તેમજ બોદ્ધોના સામ્પ્રદાયિક ધોરણે બાબત એક ટૂંકે ખ્યાલ, કેટલીક ચર્ચા અને તેનાં ખંડને પણ છે. આ જાતના પ્રન્થમાં હરિભદ્રની દિનાગના ન્યાયપ્રવેશ પરની ટીકા, જોકે તે એક પ્રકરણ નથી પણ, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જેનોને પ્રમાણનિરૂપણને કોઈ ગ્રન્થ પૂરો પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે “ન્યાયાવતાર' નામને ગ્રન્થ ર હતો. પ્રમાણની બાબતમાં જેન સિદ્ધાન્ત સ્થાપવાને બદલે હરિભદ્ર દિનાગ ઉપર ટીકા લખીને જેને દ્ધ પ્રમાણશાસ્ત્રીઓના પ્રસ્થાનું અધ્યયન કરવાની પ્રેરણું કરી. આ રીતે દેખાવમાં તો એમણે એ લોકોની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પિતાના “અનેકાંત જયપતાકા” ગ્રન્થમાં ધર્મકીર્તિના પ્રમાણુ વિષેના કેટલાક સિદ્ધાન્તોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણાં વર્ષો સુધી જેનેને બહેના પ્રમાણુ નિરૂપણમાં રસ રહ્યો હતો. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મકીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્મોત્તરની ન્યાયબિન્દુ-ટીકા ઉપલબ્ધ કરી શક્યા છીએ. કારણ કે આ ગ્રન્થની જાનામાં જૂની પ્રતે અને બીજા અન્ય ઉપરની ટીકાને અમુક ભાગ જેન ભંડારોમાંથી જ મળેલ છે.” એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી માટે જણાવે છે કે જ્યારે જૈનદર્શનરૂપી આકાશમાં પૂર્વરૂપી તારાઓને અસ્ત થવાને પ્રભાત કાળ હતો તે સમયે પટુલોચન હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા. તેમણે સૂમ દૃષ્ટિથી તે તારાઓને અવલેકી તેના પ્રતિબિમ્બ ગ્રહણ કરી અને પ્રકરણરૂપે તેનું ગૂંથન કર્યું” એ રીતે શ્રી હરિભદ્રસૂરિજી જૈનદર્શનમાં એક સમર્થ નૈયાયિક થયા અને જેને ન્યાય આદિત્યનો આડે આવતાં વાદળાને વિખેરી નાખી તે સૂર્યના પ્રકાશને તેમણે ખૂબ પ્રસાર્યો. ૨ શ્રી બપભદ્રિસૂરિજી તેમને સત્તાસમય વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫ની આસપાસ છે. તેમના સમયમાં રાજાઓ પોતપોતાના રાજ્યમાં એક વિદ્વાન પંડિતને રાખતા અને તેમાં પોતાનું ભૂષણ સમજતા. બપભદિસૂરિજી બાલ્યકાળથી જ પ્રતિભાસમ્પન્ન હતા. એક દિવસમાં હજાર બ્લેક કઠસ્થ કરવાની તેમની શક્તિ હતી. આમ રાજા તેમનૈ પરમ ભક્ત હતે. ધર્મરાજાની સભામાં તેમણે દ્ધવાદી વર્ધનકુંજરને જીત્યો હતો, તેથી “વાદિકુંજરોસરીનું બિરૂદ તેમણે મેળવ્યું હતું. તેમણે મથુરાના પાકમતિ નામના શૈવગીને જેન બનાવ્યા હતો. તેઓ અખંડ બ્રહ્મચારી હતા, ને તે માટે તેમને રસનેન્દ્રિય ઉપર ખૂબ કાબૂ હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034522
Book TitleJain Nyayano Vikas
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy