SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] શ્રી જૈન સત્ય વિકાસ [વર્ષ સાતમું ૩ જિનભદ્રગણિ, ૪ લક્ષ્મણગણિ, ૫ વિબુધચંદ્રમુનિ, એ પાંચ મુનિઓ અને આણંદશ્રીજી તથા વસુમતિશ્રીજી એ બે સાધ્વીએ, એમ સાત જણે મદદ કરી હતી. ૧૭ વાદી દેવસૂરિજી તેમનો જન્મ સં. ૧૧૪૩ માં મદહત ગામમાં થયો હતો. તે ગામ આબુની આસપાસ આવેલ છે. ૧૧૫ર માં દીક્ષા, ૧૧૭૪ માં આચાર્યપદ, અને ૧૨૨૬ માં શ્રા. વ. ૭ ને ગુરુવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમના ગુર મુનિચંદ્રસૂરિજી શાન્તિસૂરિજીના જ્ઞાનખજાનાના વારસદાર હતા. તેમણે વાદિ દેવસૂરિજીને પ્રમાણ વગેરે શાસ્ત્રનો સારે અભ્યાસ કરાવ્યું હતો. દીક્ષા લીધા બાદ બે-પાંચ વર્ષમાં જ તેમની ખ્યાતિ તરક પ્રસરી ગઈ હતી. તે સમયમાં તેમણે બન્ધ નામના શૈવદર્શની વૈતવાદીને ધોળકામાં છો. સાચેરમાં વાદ કયો ને જીત્યા, ગુણચંદ દિગમ્બરને નાગારમાં પરાજિત કર્યો. ભાગવત શિવભૂતિને ચિત્તોડમાં, ગંગાધરને ગ્વાલીયરમાં, ધરણીધરને ધારામાં, કૃષ્ણ નામના વાદીને ભરૂચમાં, એમ અનેક વાદીઓ ઉપર જીત મેળવી હતી. આચાર્ય થયા પછી તેમણે સિદ્ધરાજની સભામાં દિગમ્બર મહાવાદી કુમુદચંદ્રને વાદમાં હરાવ્યા હતા. કુમુદચંદ્રને તે સમયે પ્રબલ પ્રતાપ હતો. પિતાની શક્તિ માટે એને ખૂબ અભિમાન હતું, ૮૪ વાદી તેણે જીત્યા હતા. વાદીદેવસૂરિજી સાથે વાદ કરવાની તેને ખૂબ ઈચ્છા હતી. દેવરિજી તેવા તુછપ્રકૃતિના વાદી સાથે વાદ કરવા ઈચ્છા ધરાવતા ન હતા, પરંતુ જ્યારે તે દિગમ્બરે અનેક નાગાઈ કરી, છેવટે વેતાંબર મતની સાધ્વીની છેડતી કરી એટલે દેવસૂરિજીએ વાદનું આમંત્રણ આપીને વાદ કર્યો. તે વાદમાં મુખ્યપણે કેવળીભુક્તિ અને સ્ત્રી-મુક્તિ એ બે વિષયો ચર્ચાયા હતા. શરત પ્રમાણે વાદમાં હાર થવાથી દિગમ્બરોને ગુજરાત છેડી ચાલ્યા જવું પડયું હતું. આ વિજયે બાદ તેઓ “વાદી દેવસૂરિજી” એ નામથી વિખ્યાત થયા. આ વિજયથી સિદ્ધરાજે તેઓશ્રીને વિજયપત્ર અને એક લાખ સુવર્ણમુદ્રાઓ અર્પણ કરી હતી. મુનિધર્મના આચાર પ્રમાણે તે એક લાખ સુવર્ણમુદ્રાઓ ગ્રહણ કરી ન હતી. મહામંત્રી આશુકની સંમતિથી તે મુદ્દાઓને વ્યય કરી સિદ્ધરાજે એક જિનપ્રાસાદ બંધાવ્યો હતો. તેમાં શ્રી આદિનાથના બિબની ૧૧૮૩ ના વૈશાખ શુકલ દ્વાદશીને દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમાં ચાર આચાર્યો સંમિલિત હતા. તેમના આ વાદની અનેક આચાર્યોએ સુન્દર પ્રશંસા કરી છે. તેમાં તે સમયે હેમચંદ્રસૂરિજી ત્યાં વિદ્યમાન હતા, તેમણે “શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં લખ્યું કે यदि नाम कुमुदचन्द्रं, नाजेष्यद् देवसूरिरहिमरुचिः ॥ कटिपरिधानमधास्यत, कतमः श्वेताम्बरो जगति ? ॥ જે દેવસૂરિજી રૂપી સૂર્યો કુમુદચન્દ્રને ન છો હેત તો જગતમાં કયો ભવેતામ્બર કટપર વસ્ત્રને ધારણ કરત ?” આ સિવાય રત્નપ્રભસૂરિ, મહેશ્વરાચાર્ય, સમપ્રભસૂરિ, ઉદયપ્રભદેવ, પ્રદ્યુમ્નાચાર્ય, મુનિદેવસૂરિ, સેમચંદ્ર પંડિત, મેરૂતુંગાચાર્ય, મુનિભદ્રસૂરિ, ગુણરત્નસૂરિ, મુનિસુન્દરસૂરિ, ધર્મસાગર ઉપાધ્યાય વગેરે અનેક સ્થલે આ વાદને માટે સુરિજીની અનેક પ્રકારે પ્રૌઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034522
Book TitleJain Nyayano Vikas
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy