SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ તે પાપ છે. સમ્પત્તિ-આરોગ્ય-રૂપ-કીર્તાિ-પુત્ર-સ્ત્રીદીર્ઘ આયુષ્ય-ઈત્યાદિ ઈહલૌકિક સુખનાં સાધને તેમજ સ્વર્ગાદિ સુખે જેનાથી પ્રાપ્ત થાય, એ શુભ કર્મોને પુણ્ય કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત-દુઃખનાં સાધને મેળવી આપનાર અશુભ કર્મ તે પાપ કહેવાય છે. ૫ આશ્રવ-રાત્રિને વાર્મ તિજાત્રા: અર્થાતુ જે માર્ગ દ્વારા કર્મો આવે તે આશ્રવ છે. કમ્પાદાનના હેતુ તે આશ્રવ. કર્મોનું ઉપાર્જન મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એટલા વડે થાય છે. તેમાં વસ્તુસ્વરૂપથી વિપરીત પ્રતિભાસ એ મિથ્યાત્વ છે, હિંસા-અમૃતાદિથી દૂર ન થવું, એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ કષાય છે અને મન-વચન-કાયાને વ્યાપાર એ ચેગ છે એમાં શુભગ પુષ્યને અને અશુભયોગ પાપને હેતુ છે. ૬ સંવર–આવતાં કર્મોને જે અટકાવે તેનું નામ સંવર છે. સંવર એ ધર્મને હેતુ છે. પુણ્ય અને સંવરમાં થડેકજ તફાવત છે. પુણ્યથી શુભકર્મ બંધાય છે, જ્યારે સંવર આવતાં કર્મોને રોકવાનું કામ કરે છે. ૭ બંધ–કમને આત્માની સાથે બંધ થા–જોડાવું એનું નામ બંધ છે. કર્મનાં પુદ્ગલે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પુદ્ગલે આત્મા ઉપરની રાગ-દ્વેષની ચીકાશને લીધે આત્મા ઉપર આવી વળગે છે. આ બંધ ચાર પ્રકાર છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ અને ૪ પ્રદેશબંધ. કર્મના મૂલ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર, એ તેને પ્રકૃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy