________________
બધા દર્શનકારેએ જુદી જુદી રીતે શી રીતે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે, એ બતાવવા જેટલે અહિં અવકાશ નથી, અને તેથી કાશીના સુપ્રસિદ્ધ વિદ્વાન્ સ્વર્ગીય મહામહેપાધ્યાય પંડિત રામમિશ્ર શાસ્ત્રીજીએ પોતાના લુકનમેતન નામના વ્યાખ્યાનમાં ચદ્વાર સંબંધી ઉલ્લેખેલા શબ્દને જ અહિં ટાંકીશ
અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જોઈશે. અને લોકોએ સ્વીકારી પણ છે. જૂઓ વિષ્ણુપુરાણમાં લખ્યું છે –
नरकस्वर्गसंज्ञे वै पुण्यपापे द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय सुखायेार्जिवाय च ।
कोपाय च यतस्तस्मात् वस्तु वस्त्वात्मकं कुतः ? ॥ અહિં પરાશર મહર્ષિ કહે છેઃ “વસ્તુ વર્તાત્મક નથી” આને અર્થ જ એ છે કે કેઈપણ વસ્તુ એકાતે એકરૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે અને જે વસ્તુ કેઈ કેઈ વખતે દુઃખનું કારણ બને છે, તે જ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ પણ થાય છે.
સજજને, આપ સમજી શક્યા હશે કે અહિં સ્પષ્ટ અનેકાન્તવાદ કહેવામાં આવ્યું છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપવું, જેઓ “
સ મનિર્વચનો ” કહે છે, તેને પણ વિચારદષ્ટિથી દેખવામાં આવે તે અનેકાનવાદ માનવામાં હરક્ત નથી, કારણ કે-જ્યારે વસ્તુને “સ” પણ નથી કહી શકતા અને “અસત્ર પણ નથી કહી શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com