SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ હોવાથી પિદા નહિંજ થાય. હવે આ ચારે-કાળકર્મ-પુરૂષાર્થ–સ્વભાવ કારણે હોય; પરન્તુ ભવિતવ્યતા ન હેય. તે પણ કાર્યસિદ્ધિ નહિં થાય. બીજ સારું હોય અને અંકુરા ઉત્પન્ન થયા, પરંતુ જે હોનહાર-ભવિતવ્યતા ઠીક નહિં હોય તે કઈને કઈ ઉપદ્રવ થઈ તે નષ્ટ થઈ જ જશે. એટલા માટે કઈ પણ કાર્યની નિષ્પત્તિમાં જૈનશાસ્ત્રકારેએ આ પાંચ કારણે માનેલાં છે અને આ પાંચે કારણે એક બીજાની અપેક્ષાએ પ્રાધાન્ય ભેગવે છે. કહેવાની મતલબ કે જૈનશાસનની એ ખાસ ખૂબી છે કે-કઈ પણ વસ્તુમાં એકાન્તતાને અભાવ છે. એકાન્ત રીતે અમુકજ કારણથી આ થયું, એમ માનવાની મના છે અને તેથીજ જૈનદર્શનમાં સ્યાદ્વાદને સિદ્ધાન્ત પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ સ્યાદ્વાદને સિદ્ધાન્ત શેડો સ્પષ્ટ કરવાની કોશીશ કરીશ. સ્યાદ્વાદ. સ્યાદ્વાદ એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદનું પ્રાધાન્ય જનદર્શનમાં એટલું બધું માનવામાં આવ્યું છે કે-જેના લીધે “જૈનદર્શન” નું અપરનામ પણ “અનેકાન્તદર્શન” રાખવામાં આવેલ છે. આ સ્યાદ્વાદનું યથાસ્થિત સ્વરૂપ નહિં સમજવાને કારણે કેટલાકેએ એને “સંશયવાદી તરીકે પણ ઓળખા, પરંતુ વસ્તુતઃ “સ્યાદ્વાદ” એ “સંશયવાદ નથી. “સંશયતે એનું નામ છે કે “એક વસ્તુ કે ચક્કસરૂપે સમજવામાં ન આવે.” અંધારામાં કંઈ લાંબી લાંબી વસ્તુને જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy