SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આ કમેના પરિણામે. સુખ એ શાતા વેદનીય કર્મનું પરિણામ છે, અને દુઃખ એ અશાતવેદનીય કર્મનું. ૬ આયુષ્યકમ–જીવનને ટકાવી રાખનારૂં કર્મ એ આયુ વ્ય કર્મ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકનું આયુષ્ય પ્રાપ્ત થવું એ આ કર્મનું ફળ છે. ૭ નામકર્મ–સારી ગતિ, સારૂં શરીર, પૂર્ણ ઈદ્રિયે વિગેરે પ્રાપ્ત થાય છે, એ શુભ નામકર્મના કારણે અને ખરાબ ગતિ, ખરાબ શરીર અને ઈદ્રિયની હીનતા વિગેરે એ અશુભ નામકર્મના કારણે. ૮ ગોત્રકમ–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે તે આ કર્મના કારણે. શુભ કર્મથી ઉરચ ગોત્ર અને અશુભ કર્મથી નીચત્ર પ્રાપ્ત થાય છે. ઉપર બતાવેલાં આઠ કર્મોના અનેકાનેક ભેદાનભેદ છે. એનું વર્ણન “કમગ્રંથ” “કમપયડી” આદિ ગ્રંથમાં ઘણું જ વિસ્તારથી કરવામાં આવેલું છે. ઉપરના કર્મોનું બારીકાઈથી અવેલેકન કરનાર સહજ જોઈ શકશે કે-જગતમાં જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, એ આ કર્મોને જ આભારી છે. એક સુખી એક દુઃખી, એક રાજા એક રંક, એક કાણે એક અપંગ, એક મોટરમાં બેસે એક પાછળ દેડે, એક મહેલમાં રહે એકને રહેવાની ઝુંપડીચે ન મળે, એક જ્ઞાની તરીકે ઓળખાય, બીજે મહામૂખ ગણાય, આ બધું જગતનું વૈચિત્ર્ય હોવાનું કંઈ કારણ હેવું જોઈએ, અને તે કારણ બીજું કઈ નહિં, પરતુ સી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy