________________
૨૪
સમયના અભાવે માત્ર ટુ કાણુમાંજ દરેક વિષયની રૂપરેખા તમારી આગળ ઉપસ્થિત કરૂ છું.
જૈનસાહિત્ય.
હવે જૈનસાહિત્ય સબધી જરા દૃષ્ટિપાત કરીએ.
જનસાહિત્ય વિપુલ, વિસ્તીણુ અને સમૃદ્ધ છે. એવે કાઈ પણ વિષય નથી જેના ઉપર રચાએલા અનેક ગ્રંથા જૈન સાહિત્યમાં ન મળી આવે, એટલુજ નહી પરન્તુ તે વિષયેાની ચર્ચા ઘણી ઉત્તમ રીતે ઉત્તમેોત્તમ અને વિદ્વત્તાપૂર્ણ દૃષ્ટિથીજ થએલી છે.
જૈનદર્શનમાં પ્રધાન ૪૫ શાસ્ત્રો છે, જે સદ્ધાંત અથવા આગમના નામથી એળખાય છે. તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ← છેદ, ૪ મૂળસૂત્ર, ૧૦ પયન્ના અને ૨ અવાંતર સૂત્ર, આવે છે.
પ્રાચીન સમયમાં શાસ્ર લખવા-લખાવવાના રિવાજ નહાતા સાધુએ પર પરાથી આવેલ જ્ઞાનને મુખપાઠે રાખતા. જેમ જેમ સમય જતા ગયા તેમ તેમ તેને પુસ્તકારૂઢ કરવાની ફરજ પડી. આગમમાં જે આધે છે તે મહાવીરસ્વામીના જીવન, કથન અને ઉપદેશના સાર છે. આ આખુ જૈનસાહિત્ય દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુચેાગ એ ચાર વિભાગેામાં વ્હેંચાએલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com