SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ શકે. અચ્છેદી-અભેદી-અનાહારી-અકષાયી આદિ આત્મસ્વરૂપને પ્રકટ કરનારા આત્માના ધર્મો છે. આવા આત્મધર્મોનું પરિવત્તાન કેમ કરી શકાય? હવે વર્તમાન સમયમાં જ શિવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ આદિના નામથી અનેક ધર્મે ઓળખાય છે, તે ધર્મોના વિચારની અપેક્ષાથી મનુષ્યજાતિના ભેદને વિચાર કરે આવશ્યક સમજું છું. વાચકાચાર્ય શ્રીઉમાસ્વાતિ નામના જૈનાચાર્યશિરોમણુએ મનુષ્યના ભેદ બતાવનાર એક સૂત્ર કહ્યું છે – મનુષા ધા: પ્રાર્થો કાઢી” તત્ર છત્તિ દૂરમરિત રહેશ્ય રચાઈ: . આ વ્યાખ્યાને અવલંબી આપ સૌ આર્ય-અનાર્યને વિચાર કરી શકે છે, તથાપિ આ વિષયને વધારે સ્પષ્ટ કરવાને જૈનાગમમાં બતાવેલ આર્યના ભેદોનું સંક્ષેપથી પ્રતિપાદન કરીશ. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં આ પ્રમાણે આયના ભેદ બતાવવામાં આવ્યા છે – મૂળ બે ભેદ-દ્ધિમાન આર્ય, અનુદ્ધિમાન આયે, જે આત્મ-દ્ધિવાળા હોય તેજ ઋદ્ધિમાન આયે કહેવાય. નહિ કે કેવળ ઘણા દ્રવ્યવાળે. તે આત્મ ઋદ્ધિમાન આર્યના અન, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ અને વિદ્યાચારણ-એમ છ ભેદે છે. અનુદ્ધિમાન આયના ક્ષેત્રાર્ય, જાત્યાયે, કુલાર્ય, કર્મા, શિલ્પાર્ય, ભાષાર્ય, જ્ઞાનાર્ય, દર્શન નાર્ય અને ચારિત્રાર્ય રૂ૫ નવ ભેદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy