SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપેાત વીરપ્રસવિની ભરતભૂમિએ આજ પર્યન્ત અનેક વીરાને જન્મ આપેલા છે. એ વાર્તા સર્વને વિદિત છે, અને તેની સત્યતા તરીકે રાજસ્થાનના અનેક ક્ષત્રિય વીરાનાં ચરિત્રા ઇતિહાસમાં આપણે વાંચી ચૂકયા છીએ. ભારતવર્ષના ઇતિહાસમાંથી આપણુને એવી અનેક ઘટનાઓ મળી આવે છે કે, જેમના વાચનથી ક્ષણવાર આપણે. આશ્ચર્યના સમુદ્રમાં ગરક થઈ જઈએ છીએ. પૂર્વકાળમાં અનેક ધર્મોદ્ધારક નરેા ઉત્પન્ન થએલા હતા, અને વર્તમાન સમયમાં તે કે તેવા પુરુષાની સંખ્યા કાંઈક ન્યૂન થએલી દેખાય છે; પરંતુ તે છતાં પણ સર્વથા તેવા પુરુજેના અસ્તિત્વને નાશ થએલા તે। ન જ કહી શકાય, અને ભવિષ્યમાં પણ તેવા ધર્મતારક નરપુંગવાના જન્મના પૂર્ણ સંભવ છે. કારણ કે, વિશ્વગત પ્રત્યેક પદાર્થને કાળના વિચિત્ર નિયમ અનુસાર ઉન્નતિ અને - અવનતિના સમય પ્રાપ્ત થયા કર છે. પૂર્વે આર્યાવર્ત્તના ધર્મની ઉન્નતિના સમય હતા, અત્યારે અવનતિના છે, અને એથી જ ભવિષ્યમાં ઉન્નતિના સમય આવવા જ ોઇએ. એવા હેતુથી જ સ્વર્ગીય સ્વામી વિવેકાનન્દે પેાતાના પ્રબુદ્ધ ભારતને ઉદ્દેશીને લખેલા એક કાવ્યમાં નિમ્ન લિખિત પંક્તિઆના સમાવેશ કરેલા છે; "But Fate is strong This is law, -all things come back to the source Their strength to renew.' ', એના ભાવાર્થ એવા થાય છે કે, “ પરંતુ ભાવી પ્રબળ છે—ગત સર્વ વસ્તુએ પુનરપિ તેમની અલવત્તાને નવીન કરવા માટે પાછી પોતાના મૂળસ્થાનમાં આવી લાગે છે. એ વિશ્વના અબાધિત અનન્તકાળના નિયમ છે.” આ વાકયાને અનુસરી, ભાવીધર્માંન્નતિની આશા રાખી, તે સુખને મેળવવાના પ્રયત્નમાં તનમનધનથી નિત્ય મચ્યા રહેવું એ પ્રત્યેક ભારતવાસીના ધર્મ છે. પ્રસ્તુત નવલકથામાં ધર્મમાટે પ્રાણ અર્પણ કરવાને તત્પર થએલા બ્રાહ્મણાના કેટલાક ઇતિહાસ આપવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. બ્રાહ્મણે! શસ્ત્રાસ્ત્ર ધારીને રણભૂમિમાં વિચરવાને તત્પર થયા હતા, એનું એક મહા પ્રબળ કારણ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy