SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય નજીનિસાના મનથી સમસ્ત સંસારને નાશ થઈ ગયો હતો. કાળા પહાડ વિના તેને બીજા કશાની પણ સ્મૃતિ હતી નહિ. પતિ પત્નીના પરસ્પર પ્રેમનું સૌન્દર્ય, સર્વ તંતુવાઘના મિષ્ટ સ્વર કરતાં પણ અધિક મનોહર છે. પ્રેમના પ્રભાવથી સ્ત્રી કિવા પુણ્ય પિોતાના પ્રિયકર કે પિતાની પ્રિયતમામાટે મરવાને પણ તત્પર થઈ જાય છે. સમસ્ત ગ્રીસ દેશમાં આલેસ્ટિજ જેવું એક પણ સ્ત્રીરત્ન આજ દિવસ સૂધી નીપજ્યું નથી. એ સ્ત્રી પોતાના પતિ માટે પ્રાણ અર્પવાને કટિબદ્ધ થઈ હતી. તેના પતિનાં માતાપિતા અને ઈતર આસપ્ત હતાં, પરંતુ તેમનામાંથી કોઈ પણ જીવ આપવાને તૈયાર થયું નહિ. પત્ની આલેસ્ટિજીને પ્રેમ એટલો બધે બલવત્તર થઈ ગયું કે, તેના સમકા માતાપિતાને પિતાના પુત્ર વિશે પ્રેમ ફીકા પડી ગયો અને તેઓ માત્ર નામના જ આસપ્ત છે, એમ સ્પષ્ટ દેખાઈ આવ્યું. એ સ્ત્રીનું એવું કઠિન પતિવ્રત્ય મનુષ્યોને તેમ જ દેવોને એવું ગમ્યું કે, દેવોએ સુપ્રસન્ન થઈને તેને પુનઃ પૃથ્વી પર જવાની પરવાનગી આપી. એવી આજ્ઞા આજ સુધીમાં થોડી જ સ્ત્રીઓને મળી હશે. દેવોએ તેના અલૌકિક પતિ પ્રેમ અને સદ્દગુણને જોઈને તેનો એટલો બધે સત્કાર કર્યો. હિંદુસ્તાનમાં પણ જે સ્ત્રીઓ પતિ પાછળ સતી થએલી છે, તેને કે અદ્યાપિ વંદ્ય માને છે. ફયજી નામનો એક સુપ્રસિદ્ધ ઈરાની કવિ ઈવ સ. ૧૬૦૫ માં શહનશાહ અકબર આજમના દરબારનો એક દીપક ગણતા હતે. અરબી અને ફારસી ભાષામાં એ અદ્વિતીય મનાતો હતો અને અદ્યાપિ મનાય છે. એણે કાશીમાં લાંબો સમય ગાળીને સંસ્કૃત ભાષાને પણ બહુ જ સારો અભ્યાસ કર્યો હતો. એની આજે પણ પ્રથમ પિક્તિના મુસલમાન કવિઓમાં ગણના થાય છે. અકબરના દરબારમાં માત્ર કવિતા કરીને જ બેસી રહેનાર કવિઓમાંને એ નહોતે, કિન્તુ એ અકબરના એક મુખ્ય મંત્રીની પદવી પણ ધરાવતો હતે. આયવર્તના સર્વ ભાગોમાં ભ્રમણ કરીને આયના અનેક રીતિ રિવાજોને એણે ઘણું જ સારે અનુભવ મેળવ્યો હતો. એ સત્યવક્તા મહાનુભાવ પણ, પતિ પાછળ સતી થતી ભારતવર્ષની અબળાઓ વિશે પોતાના બહુ જ ઉચ્ચ પ્રકારના વિચારો દર્શાવી ગયો છે. નીચે આપેલા તેના એક અમૂલ્ય અને અક્ષરે અક્ષર સત્ય શેર (છંદ)થી વાચકે તેના અભિપ્રાયની કલ્પના કરી શકશે. દર મહમ્મત ચૂંજને હિન્દ કસે મર્દાના નેસ્તક સેપ્ટન બર રામઅ મુર્દ કારે હર પરવાના નેસ્ત.” એને ભાવાર્થ એ થાય છે કે, પ્રેમ (રાખવા-સાચવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034514
Book TitleJagannathni Murti Ane Bharatnu Bhavishya
Original Sutra AuthorN/A
AuthorNarayan Visanji Thakkur
PublisherGujarati Printing Press
Publication Year1913
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy