SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૩) ૧ મહારાજાને અને તેને વારસોને મહિસુરનું રાજ્ય યાવતચંદ્ર દિવાકો સુધી આપી દીધું છે. ૨ નવા કિલ્લા બાંધવાને અને જુનાને મરામત કરવાને ઈગ્રેજ સરકારની પરવાનગી જોઈએ. ૩ અંગ્રેજ સરકારની પરવાનગી વગર રાજ્યમાં હથીઆર આણવાં નહિ અને બનાવવા નહિ. ૪ મુકરર કરી આપેલી માર્યાદાથી વધારે લશ્કર રાખવું નહિ. ૫ અંગ્રેજ સરકારના હુકમ સિવાય કોઈ યુરોપીઅનને નોકરીમાં રાખવો નહિ. ૬ જ્યાં અને જ્યારે મરછમાં આવે ત્યાં અને ત્યારે અંગ્રેજ પોતાના લશ્કરની છાવણી કરી શકે. ૭ રેલવે અને તાર ઈગ્રેજ પોતાની નજરમાં આવે ત્યાં કરી શકે. ૮ મી ડું અને અફીણ મહિસરમાં પકવવાં નહિ. ૯ વસુલાત ખાતાના ધારા અંગ્રેજે ઠરાવ્યા છે તથા રાજ્યમાં કારભારની પહતિ ચલાવી છે તેને માન્ય કરી તે પ્રમાણે વહિવટ કરવો. ૧૦ વીસ હજારથી કઈક ઓછી પેદાશનું શ્રીરંગપટ્ટણ નગર ઈગ્રેજ સરકાર મહારાજાને આપે છે તે લેવું અને તેને પટે મહારાજાએ દર વરસે પચાસ હજાર રૂપીઆ વધારે ખંડણી આપવી. ૧૧ બેંગલોરની છાવણીમાં મહારાજાનો અધિકાર નહિ તથા યુરોપિન લોકપર પણ નહિ. ૧ર કેટલાંક વરસ પછી ખડણીમાં દશહજારને વધારો કરવામાં આવશે. - હીઝહાઈનેસ મહારાજા ચામરાજેન્દ્ર વાડીઅર બહાદુર અંગ્રેજી છાવણમાં જાય તે વખતે લશ્કરી સલામતી અને ૨૧ તોપ ફોડી માન આપવામાં આવે છે. તેમને દીવાની ફોજદારીમાં કુલ અધિકાર છે. મહારાજાની ઉમર હાલ ર૫ વરસની છે. આ રાજ્યના લશ્કરમાં ૧૧૬૦ ઘોડેસ્વાર (સાલેદાર) ૧૮૦૮ પાયદળ અને ૧ તોપ છે. મહિસુરએ રાજધાનીનું શહેર છે. અને તે શ્રીરંગપટ્ટણથી નૈરૂત્યમાં ૧૦ માઈલને છેટે છે. વસ્તી ૬૦૦૦૦ માણસની છે. તેમાં ૪૫૦૦૦ હિંદુ ૧૩૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેરનો વિસ્તાર ત્રણ માઈલનો છે. મહિસુર ચામુલ્ય પર્વતની તળેટીએ છે. શહેરની દક્ષિણે કિલ્લો છે. તેમાં રાજાનો મહેલ છે. આ શહેરમાં અંજીરના ઝાડના લાકડાનું બનાવેલું છે. અને તેને હાથી દાંતથી મડી લીધું છે. એવું કહેવાય છે કે આ તમ ઔરંગજેબ બાદશાહે ચીકદેવરાજને ઈ. સ. ૧૨૯૯માં આપ્યું હતું. કિલ્લાના પશ્ચિમ તરફના દરવાજા સામે જગત મહાનમહાલ નામનું સુંદર મકાન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy