SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રાખી, પણ આખરે તેમને નાશ થશે. પેનકોનામાં છેલા નરસિંહ રાજાઓના વખતમાં, તાબાના નાના સરદારો જેઓ પાલધર કહેવાતા તે સ્વતંત્ર થઈ પડ્યા. આમાં મુખ્ય મહિસુરની દક્ષિણના વાડીઅર, ઉત્તરમાં કલાદીના નાયકો, પશ્ચિમમાં બલમ (મનજારાબાદ)ના નાયકો અને ચિતલગ અને તરીકેરાના બીર સરદારો હતા. આમાંના મહિસુરની દક્ષિણના વાડીઅરના મુળ પુરૂષ વિજ્યરાજ અને ક્રીશ્નરાજ નામના બે ભાઈ હતા. તેઓ ઈ. સ. ૧૩૯૯માં કાઠીઆવાડના દ્વારકા નગરમાંથી હેડના ગામમાં લગ્ન પ્રસંગે પરદેશી તરીકે આવ્યા હતા. તેમણે કર્નાટકની પશ્ચિમે એક નાનો મુલક, જે બે કિલ્લા અને થોડાં ગામડાંને બનેલો હતો તેના પર અમલ કરવા માંડ્યો. તેમની પછી તેમના વંશમાં હરિબીટાડ ચામરાજ, ઢીમારાજ, અને હરિ ચામરાજ જે છ આંગળીઓ કહેવાતો હતો તે અનુક્રમે રાજા થયા. હરિચામરાજ (છ આંગળીઆ)નો અમલ તે દેશમાં ઈ. સ. ૧૫૦૭માં હતો. તેના મરણ પછી તેનો વારસ હરિબીટાડચામરાજ ગાદીએ બેઠો. તેણે પોતાના નાના રાજ્યના ઈ. સ. ૧૫૨૪માં ત્રણ ભાગ કરી પોતાના ત્રણ છોકરાને વહેંચી આપ્યા. આમાંના નાના ચામરાજ (તાલીઆ)ને તેના ભાગમાં પુરનગઢનો કિલ્લો અને પાસેનાં કેટલાંક ગામડાં આવ્યાં હતાં. આ પુરનગઢના કિલ્લાની તેણે તેજ વર્ષમાં મરામત કરાવી તેનું અસલ નામ બદલી મહિષાસુર (ભેંશના માથાવાળે રાક્ષસ) એવું નામ પાડવું, અને તે ઉપરથી હાલનું નામ મહિસર પડયું છે. એવું કહેવાય છે. કે આ રાક્ષસ (મહિષાસ) ચામુડા દેવીએ નાશ કર્યો હતો તેથી મને હિસુરના રાજકર્તા તે દેવીને પોતાની કુળદેવી તરીકે માને છે. ચામરાજ મહિસુરનો પહેલો રાજા હતો. ઈ. સ. ૧૫૬૪-૬૫માં વિજ્યનગરનું હિંદુરાજ મુસલમાન પાદશાહને હાથ ગયું. આ બનાવથી મહિસુરના રાજાને ઘણું ફાયદો થયો. તેણે પોતાના મુલકમાં ઘણે વધારો કર્યો. જ્યારે વિજ્યનગર મુસલમાનોને હાથ ગયું ત્યારે ત્યાંના રાજાએ શ્રીરંગપટ્ટણમાં જઈ રાજ્ય કરવા માંડયું. તે કમર અને દમ વગરને હતો, પણ આવિષે ચામરાજ (તાલીઆ) સિવાય બીજા કોઈને ખબર નહતી. તેથી તેણે ખંડણી આપવી બંધ કરી, કિલ્લા બાંધ્યા, ખંડણી ઉઘરાવનારાઓને હાંકી કહાડ્યા અને રાજાને પણ ગણગાર્યો નહીં. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy