SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) આ વાત પસંદ પડી. તેણે પેલી મડમને સિરપાવ આપી વિદાય કરી. પછી રેસીડેન્ટ કર્નલ ડેવીડસનને બોલાવી, તેની આગળ એ વાત કહાડી. તે સાંભળી તે અમલદાર ઘણું આશ્ચર્ય પામ્યો અને તુચ્છકાર સાથે તે વાત કબુલ કીધી નહિ. રેસીડેન્ટનો ઉત્તર સાંભળી નિજામ પસ્તાયા અને થોડા દિવસ પછી તેમની ખાત્રી થઈ કે તેમને પેલા ખટપટીઆઓએ ભમાવ્યા છે. પછી તે સ્ત્રી કોણ હતી અને તેને નિજામની હજુ૨માં કોણ લાવ્યું તથા કેવી રીતે ભેટ કરાવી એ સઘળું તરકટ બહાર પડી આવ્યું. ખીજવાએલા અમીર ઉમરાવો એક તરફથી આ પ્રમાણે તરકટ રચતા અને બીજી તરફથી સરસાલારજંગનો નાશ કરવા ઈચ્છતા હતા. રેસીડેન્ટ કનલ ડેવીડશનની બદલી થવાથી તે હૈદ્રાબાદ , છેડીને જવાનો હતો તેથી તે અને સાલારજંગ એક બીજાના હાથ પકડી કંઈ રાજકીય બાબતો વિશે વાતચીત કર્યા ચાલ્યા જતા હતા એવામાં એક વિફરેલા પઠાણે તેમના તરફ બંદુકની ગેળી ફેકી, પણ તે નીશાની ચુકવાથી બંને જણ બચી ગયા. પરંતુ તે પઠાણ બહુ જોશમાં હતો તેથી બ. કને પડતી મુકી તલવાર ખેંચી તેમના ઉપર ઘુસ્યો, એટલામાં પાસેના માણસેએ તેના ટુકડેટુકડા કરી નાખ્યા. નામદાર મહારાણી સાહેબે સરસાલા જંગની રાજ્ય ભકતી જોઈ, તેને ઈ. સ. ૧૮૬૪માં છે. સી.એસ. આઈ. ને માનવંતે ખિતાબ આપ્યો. ઈ. સ. ૧૮૬૭ માં ફેર નિજામ અને સરસાલારજંગ વચ્ચે કંઈ વાં પડશે; આથી સરસાલારસંગે પિતાના હોદાનું રાજીનામુ આપ્યું. આથી દેશી તથા અંગ્રેજીમાં ઘણે ગભરાટ પેદા થયો હતો. પરંતુ સારા ભાગ્યે તે વાંધે જલદી પતી ગયો. અને સરસાલારજંગ પાછો પિતાના હોદા પર આવ્યો. ઈ.સ. ૧૮૬૮ માં ફેર તેને મારવાનું કાવતરૂ થયું. રાજ્યમહલ તરફ જતાં રસ્તામાં કોઈ ચંડાલે તેના ઉપર ગોળીઓ ફેકી, પણ તે બચી ગયો. નામદાર નિજામ અફજુલઉલા તા. ૨૭ ફેબ્રુઆરી સને ૧૮૬૯ ના રોજ મરણ પામ્યા. તેમના પછી તેમના ચાર વરસની બાળવયના શાહજાદા મીરમહાબુલઅલી ગાદીએ બેઠો અને તે હેદ્રાબાદના હાલના રાજ કર્તા છે. નિજામની પેટી ઉમર હેવાથી તે વખતના ગવરનર જનરલ લાર્ડ મેયોએ તેમની લાયક ઉમર થતાં સુધી સરસાલારજંગને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy