SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬). નિજામના નોકરોના પગાર સરેરાશ કમી કર્યો. પોલીશ ખાતાને તેજદાર બનાવ્યું. અને પોતાના જાત ભાઈનું રાજ્ય છે એમ સમજી આરબ અને રોહીલા લોકો પરદેશથી આવી વસ્યા, તથા વારંવાર બંડ ઉઠાવી લૂંટ કરતા, તેમને તેમ કરતાં અટકાવ્યા. પરંતુ સુધારો અને રાજ્યમાં શાંતીને સારૂ થતા એ સઘળા ફેરફારો અમીર ઉમરાવોને પસંદ આવ્યા નહિ અને તેથી તેઓ સરસાલા જંગના પાકા દુશ્મન થઈ પડ્યા. તે લેકે નિજામ નાસિરઉદેલાને પણ ભંભ. આથી સરસાલારગે પોતાના હેદાનું રાજીનામુ આપવાને જણાવ્યું. હવે નિજામનું ચિત ઠેકાણે આવ્યું, અને તેણે તેને પોતાની મરજી પ્રમાણે કારભાર કરવાની પરવાનગી આપી. સરસાલારજંગના સારા કારભારથી થોડી મુદતમાં રાજ્યમાં તેમજ દેશમાં ઘણું સુધારા દાખલ થયો; એટલું જ નહિં પણ રાજ્યનું વસુલ વધ્યું અને લોકના જાન માલની સલામતિ સચવાવા લાગી. ઈ. સ. ૧૮૫૬-૫૭માં હિંદમાં બળવો થયો અને તેનો પ્રકાશ ચારે દિશામાં થયો હતો. આ દેશમાં મોટામાં મોટું દેશી રાજ્ય હૈદ્રાબાદનું હતું. એ રાજ્યમાં બળવો સળગે તે તેની ઝાળ ઉત્તરમાં મુંબાઈ, દક્ષિ માં મદ્રાશના ઝાંપા સુધી પહોચ્યા વગર રહે નહિ એમ હતું. એ પ્રદેશ તરફ રહેનારા અંગ્રેજોનો સઘળો આધાર નિજામ અને તેના દિવાન સરસાલારજંગના ઈમાન ઉપર હતો. એ અણી પર આવેલા પ્રસંગે મુંબાઈને ગવરરે હૈદ્રાબાદના રેસીડેન્ટને એવા અવસ્યનો તાર કર્યો કે “નિજામ જે ખો તે સર્વસ્વ ગયું.” પણ નિજામ સરકારે અંગ્રેજોની ઘણી કીમતી સેવા બજાવી. એ સમયે નિજાને પોતાના ઈમાનને જાગૃત રા ખ્યું. ઉત્તર હિંદુસ્થાનમાં અંગ્રેજી રાજ્ય સામે બળવો જામ્યો છે, એમ સમજીને હૈદ્રાબાદના લોક ઘણા વિફર્યા, પરંતુ તેમને વશ કર્યો. કેટલાક લેક રેસીડેન્ટ ઉપર હુમલો કર્યો, તેમને પકડી યોગ્ય શિક્ષા કીધી. અને લશ્કરી આરબો, જે સરસાલારજંગને પૂર્ણ રીતે અનુકુળ હતા, તેમનો શહેરમાંની જુદી જુદી ચોકીઓ પર મજબુત પહેરો રાખી એવો ઉત્તમ બરોબસ્ત કર્યો કે એ મુસલમાન શહેરની કંટીજંટ ફેજને ફાલતું પાડી અંગ્રેજોને મદદ આપવાને તૈયાર થયા. આ પ્રસંગે દિવાન સરસાલાર્જગની લોકો ઘણી નીંદા કરવા લાગ્યા, પરંતુ તેણે તે લોકોને પત કર્યા નહિં. કેટલાક લોક સાલારજંગને કતલ કરવા પ્રયન કી પણ તેમની યુક્તિ બર આવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy